________________
પવિત્રતા (શૌચ), ત્યાગ (અકિંચન) અને બ્રહ્મચર્ય આ ૧૦ પ્રકારના ધર્મ આચર્યા વિના મુક્તિ નથી. ક્ષમા આપવાથી માણસ વાઘ જેવો થાય છે. નમાલા અને કાયર માણસો જ કજિયાખોર હોય છે, વારંવાર ક્રોધ કરે છે. એમનાથી દૂર જ રહેવું. ભગવાનનું કથન ખૂબજ દયામય અને હિતકારી હોય છે. કદાચ આપણી સમજમાં ફેર હોય ને પૂર્ણ રીતે ન સમજાય તો પણ જો શ્રદ્ધાથી સ્વીકારી લઈએ તો બેડો પાર થઈ જાય. માટે જ ધર્મમાં શ્રદ્ધાળુ જીતી જાય છે. કાયાને પ્રથમથી જ જ્ઞાન-ધ્યાન-ક્રિયામાં જોડજો. સમયસર બધું કરી લેવાનું. ઉમર થયા પછી કંઈ બનતું નથી. શરીર પણ તપ-ક્રિયા વગરનું જાડું ને બેડોળ થવા ઉપરાંત થાકેલું ને આળસુ થઈ જાય છે. પ્રભુજીને ઓછામાં ઓછા ૧૨ ખમાસણા રોજ ભાવ અને ઉલ્લાસપૂર્વક આપજો. થોડું પણ તપ કરજો, સ્વાધ્યાય-સ્મરણ કરજો, ઊભા ઊભા ક્રિયા કરજો, આનાથી ભાવ સારા રહેશે. સામાયિક તો ક્યારેય મૂકતાં નહીં. આત્માને જ્ઞાનદશામાં
ઓતપ્રોત રાખજો. જ્ઞાન તો ભગવાન છે. જ્ઞાનીને ઉચ્ચ ભાવ આવે છે અને તેથી શુભ અધ્યવસાયના બળથી આત્મા એક પળમાં કરોડ ભવનાં પાપનું કાસળ કાઢી નાંખે છે. જ્ઞાની ક્યારેય હારતો નથી.
આ બધું સમ્યક્ પ્રકારે ધારણ કરજો. બીજાઓ પર દયાળુ થઈ યોગ્ય વ્યક્તિને આ પ્રક્રિયા દેજો-શીખવજો અને તમે મહાન ગુણોનાં ધારક થજો. કોઈને ધર્મ પમાડવા શુદ્ધ ભાવે તમે પ્રયત્ન કરજો. શાસનને તમે કંઈ આપ્યું હશે તો શાસન તમને ઘણું આપશે.
હું અને મારું ભયંકર અંધાપો છે. એ ન આવે માટે જ્ઞાનનું અંજન આંજવા રહેજો. યશ-કીર્તિ-લાલસામાં પડેલો જીવ, મુગ્ધ થયેલો જીવ ગમે તે કરી બેસે છે. માણસ તો મરીને પણ માણસને હેરાન કરે છે.
સ્વયંને એવા સ્વયંમાં નાખજો કે તમને આત્માની મુલાકાત થાય, તમને તમારી જ મુલાકાત થાય. મજાની વાત એ છે કે, માણસને દૂરનું દેખાય છે તેવું =========== ======= ૧૨૧ ============== =