________________
ભવાંતરમાં બાંધેલા નિયાણાને વશ થઈ જીવને તે તે યોનિ સ્વીકારવી પડે
છે. (ભગવતી સૂત્ર ભાગ-૩, પેજ ૧૧૪). જ આખી જિંદગીમાં શુદ્ધ શ્રદ્ધાપૂર્વક એક જ સામાયિક કરનાર શ્રાવક, એક
જ દિવસની દીક્ષા પાળતો મુનિ, મોક્ષ કે દેવગતિ પ્રાપ્ત કરી શકતો હોય તો જીવનના છેલ્લા શ્વાસ પર્યત જૈન ધર્મની, પંચ મહાવ્રત ગુરુદેવની અને દયાપૂર્ણ જૈન ધર્મની શ્રદ્ધા રાખનાર માટે શું કહેવાનું હોય? જ્ઞાનમાં જેમ ભરતી ઓટ આવે છે તેવી રીતે અજ્ઞાનમાં પણ ભરતી ઓટ આવે છે. છતાં પણ કોઈક સમયે અજ્ઞાનનો સર્વથા ક્ષય થઈ શકે છે. જ્યારે જ્ઞાનનો કોઈ કાળે ક્ષય થતો નથી. માટે નિગોદાવર્તી આત્મા પણ જ્ઞાની છે, થાવત્ સિદ્ધશિલામાં બિરાજમાન આત્માઓ પણ જ્ઞાની છે. યદ્યપિ નિગોદના જીવોનું જ્ઞાન મહઅંશે ઢંકાઈ ગયેલું હોય છે અને સિદ્ધના જીવોનું જ્ઞાન સર્વથા પ્રકાશમાન છે. આ કારણે નિગોદના જીવો મહદ્અંશે અજ્ઞાની છે પણ કેવળજ્ઞાની અને સિદ્ધાત્માઓમાં અજ્ઞાનનો એક પણ પરમાણુ નથી. આનો અર્થ જ એ છે કે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે. સમ્યકત્વ પ્રાપ્ત નારકો જ્ઞાન સ્વરૂપ હોય છે જ્યારે તે વિનાનાં નારકો અજ્ઞાની હોવાથી ફરી ફરી કર્મો બાંધે છે, ભોગવે છે, સંસારની વૃદ્ધિ કરે છે. ખરેખર જીવન જેવું કંઈ છે જ નહીં. આપણે રોજ થોડા થોડા ઘરડાં થઈએ છીએ ને રોજ થોડા મરીએ છીએ. જો આમ ન થતું હોત તો આપણે સો વર્ષે પણ ઘરડાં નહીં થાત ને સો વર્ષે પણ નહીં મરતે. ધર્મની ગહનતા અને
આત્માના ઊંડા ચિંતનનાં મૂળમાં આ મૃત્યુ પડ્યું છે. જ સહુથી ગમતા માથાના વાળનો લોચ કરાવવામાં સહુથી ગમતાનો ત્યાગ
કરવાથી તત્ત્વબુદ્ધિને પોષણ મળે છે. સ્ત્રી પોતાના પ્રિય પાત્ર અને પરમાત્મા માટે જ માત્ર શૃંગાર કરે.
ક્ષમા, નમ્રતા (માઈવ), સરળતા (આર્જવ), અનાસક્તિ, તપ, સંયમ, શુદ્ધિ, =================^ ૧૨૦ -KNEF==============