________________
જેટલા યુગલોનું માલિચ દૂર થઈ તે શુદ્ધ થાય તેને સમ્યકત્વ મોહનીય કહે છે. જે અડધા-પડધા શુદ્ધ થાય તે મિશ્ર અને શુદ્ધ ન જ થયા હોય તે મિથ્યાત્વ મોહનીય પુંજ તરીકે રહે છે. એટલે દર્શન મોહનીયનાં ત્રણ પુંજ થયા.
આ ત્રણ પૂંજ + ૪ અનંતાનુબંધી કષાયના ઉપશમથી પ્રગટ થાય તે ઉપશમ સમકિત. * દર્શન મોહનીયના ત્રણ ભેદો :
(૧) સમ્યકત્વ મોહનીય, (૨) મિશ્ર મોહનીય, (૩) મિથ્યાત્વ મોહનીય.
જો ઉપશમ સમ્યકત્વનો કાળ પૂરો થતાં, (૧) ઉદયમાં આવે તો નિર્મળ પુગલ હોવાને કારણે જીવ ક્ષયોપશમ સમ્યકત્વી બને. (૨) ઉદય થતાં મિશ્ર સમયકત્વી અને (૩) ઉદયમાં આવે તો ફરી મિથ્યાત્વી.
આ ઉપશમ સમકિતમાં મિથ્યાત્વ અથવા દર્શન મોહનીયના પુગલોનો વિપાકોદય કે પ્રદેશોદય, કોઈ જ ઉદય હોતો નથી. થયોપશમ સમકિતમાં મિથ્યાત્વ મોહનીયના ઉદયગત પુદ્ગલોનો ક્ષય અને ઉદયમાં ન આવેલ પદ્ગલોનો ઉપશમ. વિપાકોદય : જે કર્મ પુદ્ગલો ફળ આપે તે ઉદય.
પ્રદેશોદય : જે કર્મ પુદ્ગલોના ઉદયથી આત્મા પર અસર પડતી નથી. * ચારિત્ર મોહનીયના ૨૫ ભેદો :
૪ કષાય : ક્રોધ, માન, માયા, લોભ તે દરેકના ૪ ભેદ=૧૬+૯ નોકષાય.
૧. અંતાનુબંધી કષાય : મિથ્યાત્વને લાવે, ૨. અપ્રત્યાખ્યાનાવરણ : દેશવિરતિને અટકાવે, ૩. પ્રત્યાખ્યનાવરણ : સર્વવિરતિને અટકાવે, ૪. સંજ્વલન : યથાખ્યાત ચારિત્રને અટકાવે, વીતરાગપણું અટકાવે.
સર્વકર્મ ક્ષય થતાં મોક્ષ અવસ્થા પ્રગટે તે પૂર્વે, અંશતઃ કર્મક્ષયરૂપ નિર્જરા વધતી જવી આવશ્યક છે.
સર્વસંસારી આત્માઓમાં કર્મનિર્જરાનો ક્રમ ચાલુ જ હોય છે. પણ આત્મ=========== ======= ૨૬૨ =============== =