________________
કલ્યાણરૂપ નિર્જરા (સકામ) જીવ મોક્ષાભિમુખ થયા પછી જ થાય છે. ખરી મોક્ષાભિમુખતા સમ્યગુદૃષ્ટિની પ્રાપ્તિથી શરૂ થાય છે. અને ત્યારબાદ મોક્ષસાધના વિકાસ વધતો “જિન” અવસ્થાએ પૂર્ણ થાય છે. ઉત્તરોત્તર પરિણામશુદ્ધિ વિશુદ્ધિ અધિકતાની ઓથે અસંખ્યાતગણી કર્મનિર્જરા વધતી જાય છે. “જિન” અવસ્થાએ પહોંચતા પૂર્વેની જીવની ૧૦ દશાઓ છે. (Interesting steps).
૧. મિથ્યાત્વ ટળ્યું. સમ્યદૃષ્ટિ પ્રગટે. ૨. દેશવિરતિ માટે ઉપાસક દશા. ૩. સર્વવિરતિ પ્રગટતાં વિરત દશા. ૪. “અનંતાનુબંધી કષાયોનો વિલય થતાં “અવન્ત વિયોજક' દશા. ૫. દર્શનમોહનો ક્ષય કરવા માટેની વિશુદ્ધિ પ્રગટે તે દર્શન મોહલપક દશા. ૬. ચારિત્ર મોહનીય પ્રકૃતિઓનો ઉપશમ જારી હોય તે ઉપશામક દશા. ૭. એ ઉપશમ પૂર્ણ થતાં “ઉપશાન્ત' દશા. ૮. ચારિત્ર મોહનીય કર્મોનો ક્ષય જારી હોય તે “ક્ષપક' દશા. ૯. ક્ષય પૂર્ણ થતાં “ક્ષીણમોહ' દશા.
૧૦. સર્વજ્ઞપણું પ્રગટે તે “જિન” દશા. VERY IMORTANT TO REMEMBER :
યાદ રહે, સુખ દુઃખનો તમામ આધાર મનોવૃત્તિ પર છે. સુખ-દુઃખની ભાવનાનાં વહેણ, મનોવૃત્તિના વિચિત્ર ચક્કર પ્રમાણે ફરતાં રહે છે.
તંગ હાલતમાં પણ, તાત્ત્વિક (સાચી) સમજ અને તેણે બક્ષેલી સંતોષલક્ષ્મી જેણે સંપાદન કરી છે તે સત્વશાલી મનુષ્ય પોતાના ચિત્ત કે આત્માને સ્વસ્થ રાખી શકે છે અને પ્રસન્નતાને મંદ થવા દેતો નથી.
“મન સાધ્યું એણે સઘળું સાધ્યું એ વાત પૂર્ણ સત્ય છે. જ ચારિત્ર મોહનીય કર્મની ભયાનકતા સમજીએ. અનાદિ કાળથી પ્રવાહરૂપે
૭૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળુ મદિરાના પાન જેવું કર્મ છે. =================^ ૨૬૩ -KNEF==============