________________
આત્માના અસ્તિત્ત્વનું પણ ભાન થવા દેતું નથી. આત્માના શુદ્ધિકરણનું સમ્યકજ્ઞાન પણ થવા ના દે તેવું છે.
બે ભેદ ઃ (૧) મિથ્યાત્વ મોહનીય અને (૨) ચારિત્ર મોહનીય.
મિથ્યાત્વ મોહનીય કર્મને કારણે આત્માના અસ્તિત્ત્વનું ભાન થતું નથી. એના કારણે “આંધળી દળે અને કૂતરું ચાટી જાય” જેવી આત્માની સ્થિતિ થાય.
સમ્યગ્ગદર્શન ન થવા દેવામાં ૪ અનંતાનુબંધી કષાયો અને મિથ્યાત્વની ૩ પ્રકૃતિઓ મૂળ કારણ છે. (દર્શન સપ્તક કહે છે.)
આત્મામાં જ્યારે અનિવૃત્ત પુરુષાર્થ બળની પ્રાપ્તિ થાય છે ત્યારે એ સાતેય કર્મ પ્રકૃતિના વાદળા ખસવા માંડે છે. જ્યારે એ સર્વથા ખસી જાય ત્યારે જીવાત્માને અદ્રિતિય, અનુપમ અનુભવ થાય છે.
જાણે ભૂખ્યા માણસને ઘેવર મળ્યું, તરસ્યાને ઠંડુ પાણી, નગ્ન માણસને ગરમ કપડાં મળ્યાની ઉપમાસમું સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થાય છે.
આ સાથે જ આત્માની અનંત શક્તિ, પુણ્ય-પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, જીવ-અજીવ આદિ જિન પ્રણિત નવ તત્ત્વો, સંપૂર્ણ કર્મક્ષયથી મોક્ષ, કર્મબંધનથી આત્મા પોતે બંધાયો છે એ મુક્ત પણ થાય જ છે. એવું સમ્યકજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે.
સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ મોહનીય કર્મને કારણે મોહનીય કર્મ એનો પરચો બતાવ્યા જ કરે છે. ચારિત્ર મોહનીય કર્મના લંગોટીયા મિત્રસમા જ્ઞાનાવરણીય કર્મ ચારિત્રધારીને પણ ચલાયમાન કરતું રહે છે.
જૈન ધર્મ ‘મામેકં શરણં વ્રજ'ના સિદ્ધાંતને સ્વીકારતો નથી. કારણ આત્માને જ કર્મનો કર્તા અને ભોક્તા માને છે. સ્વપુરુષાર્થથી જ આત્મા મુક્ત થાય છે. જિનેશ્વરની જિનાજ્ઞાના નિમિત્તનું બળ જરૂરથી મદદ કરે છે. સ્વાધ્યાયમાં પુરુષાર્થ કરતાં રહીએ.
જૈનમ્ જયતિ શાસનમ્
Kakkkkkkkkkkkkkkkk ૨૬૪-kkkkkkkkkkkkkkkkkk