________________
>>>>
કર્મ વિચાર
કર્મવાદનો સનાતન નિયમ : કરે તેવું પામે અને વાવે તેવું લણે.
જીવોને શ્રદ્ધા શેમાં ? સર્પનાં વિષમાં. પરંતુ દુષ્કર્મોની ભયાનકતામાં એટલી શ્રદ્ધા નથી. આને સનાતન નિયમનો અનાદર થયો કહેવાય.
મયણા સુંદરી : જે થાય છે તે મારા જ કર્મનાં ઉદયને લીધે થાય છે.
કર્મ ઉદયમાં આવે તો એને ભોગવવાનું કઈ રીતે ? સમતાથી. શા માટે સમતાથી? નવા કર્મ બંધ અટકાવવા માટે.
એટલે આનો અર્થ શું થયો ? સુખ ભોગનો ઉદય હોય ત્યારે રંગાઈ ન જવાય. કેવો ભાવ કેળવવો પડે? અનાસક્ત ભાવ.
છ રસનું ભોજન જીભ ૫૨ બળાત્કાર કરવા નથી આવતું. આસક્તિ કરાવડાવે છે. એ જ પ્રમાણે અન્ય ઈન્દ્રિયો. કર્ણપ્રિય સંગીત, સુંવાળો સ્પર્શ, સુરભિમય સુગંધ, રૂપવાન દૃષ્ટાનું અવલોકન.
દરેક સ્થૂલ ભોગમાં વિલાસવૃત્તિનો ઉદય હોય જ છે. તેમાં જોડાવું કે ના જોડાવું એ આત્માની શક્તિને કામે લગાડવા તરફના પુરુષાર્થની જરૂર પડે છે.. જો કર્મબંધનાં નિમિત્તથી મુક્ત રહી શકે તો અભયતા પામી શકે.
સંસારની કોઈપણ જીવન ઘટના પાછળ સામાન્યતઃ કોનું બળ હોય છે? પૂર્વ કર્મનું.
આપત્તિ આવે, આપત્તિ લાવનાર ઈરાદાપૂર્વક વર્તે તો એ પણ દોષમાં પડે જ છે.
ખૂન ક૨ના૨ નિઃશંક ગુનેગાર છે જ. જેનું ખૂન થયું તેનું પૂર્વકર્મ પણ સાથે ઉદયમાન છે.
કોઈએ આપણા સંઘનું બૂરું કર્યું. આવી વાતને નિરર્થક વાગોળવી નહીં.. બૂરું કરનાર, સંઘનો અવર્ણવાદ કરી ખૂબ અશાતા વેદનીય કર્મ બાંધે છે.
****************** 2&u ******************