________________
થાય થાય છે એ જ રીતે કર્મમાં પણ માળા, ચંદન, વનિતા વગેરે બાહ્ય
વસ્તુઓનાં સંસર્ગથી બલાધાન થાય છે આથી તે મૂર્તિ છે. ૪. કર્મ મૂર્તિ છે કેમકે તે આત્માદિથી ભિન્ન રૂપમાં પરિણામી છે. જેમ કે દૂધ.
જ્ઞાન અમૂર્ત છે પરંતુ મદિરા, વિષ વગેરે મૂર્ત વસ્તુઓ દ્વારા તેનો ઉપઘાત થાય છે. ઘી, દૂધ વગેરે પૌષ્ટિક ભોજન વડે તેનો ઉપકાર થાય છે. (બદામ) એ જ રીતે મૂર્ત કર્મ દ્વારા અમૂર્ત આત્માનો અનુગ્રહ અથવા ઉપકાર થઈ શકે છે.
જીવ કર્મ પરિણામ રૂપ છે આથી તે તે રૂપમાં મૂર્તિ પણ છે એમ અનેકાંતે વિચારી શકાય. આત્મા એકાંતરૂપે અમૂર્ત નથી. આમ મૂર્તિ આત્મા પર મૂર્ત કર્મ દ્વારા થનાર અનુગ્રહ અને ઉપઘાતનો સ્વીકાર કરવામાં કોઈ આપત્તિ ના હોવી જોઈએ. દેહ અને કર્મમાં પરસ્પર કાર્ય-કારણ ભાવ છે. કર્મ અને દેહની પરંપરા અનાદિ છે.
જૈન દર્શન
- પ.પૂ. ન્યાયવિજયજી મ. મોહનીય કર્મના મુખ્ય બે ભેદઃ
દર્શન મો.-ચારિત્ર મો. : ચારિત્રને અટકાવે તે કર્મ. (ચા.મો.ના ૨૫ ભેદ) જે શ્રદ્ધામાં મુંઝવણ પેદા કરે, તે દર્શન મોહનીય, સમ્યકત્વ મોહનીય. જે તત્ત્વની શ્રદ્ધામાં બાધા નાંખે, તે દર્શન મોહનીય, મિશ્ર મોહનીય. જે તત્ત્વની શ્રદ્ધા અટકાવે, તે દર્શન મોહનીય, મિથ્યાત્વ મોહનીય. તત્વઃ કલ્યાણમય વસ્તુ, જેનાથી આત્મકલ્યાણ સધાય તેને “તત્ત્વ' કહ્યું.
દર્શન મોહનીયના અર્થાત્ મિથ્યાત્વના પુદ્ગલોનો ઉદય જ્યારે અંતર્મુહૂર્ત સુધી અટકી જાય ત્યારે જીવને ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે.
એ પરિણામ (આત્માનો પરિણામ) દરમ્યાન એના ઉજાશમાં જીવ ઉદયમાં આવનારા (અંતર્મુહૂર્ત બાદ) મિથ્યાત્વ મોહનીયનાં પુગલોને સંશોધવાનું કામ કરે છે.