________________
>>>>
।। ૐ હ્રીં શ્રી આદિનાથાય નમઃ ।।
અંત૨ અને આંખોથી, નમન કરું હું ભાવથી વિદ્વત્તા સર્વ સાધુભગવંત, જ્ઞાની ભવિક સહુ પંડિતજન અભ્યાસ સભર ને ક્ષીરવંત, જ્યાં વિચારોનું જિન-વૃંદાવન
સાતે ક્ષેત્રો, ઉત્તમોત્તમ મહીં આગમ ક્ષેત્રનું અહીં કરીએ સ્તવન અતિ આનંદ, હર્ષ અને ઉલ્લાસમાં ‘શ્રુત-ભીની આંખોમાં વીજ ચમકે'નું
અવતર્યું
આ
સંકલન
આ ગ્રંથ સંકલન રૂપ છે. એમાં અન્ય આમ્નાયના સિદ્ધાંતો કે માન્યતાઓને અનુરૂપ લખાણ ના જણાય તો ક્ષમા કરી તકલીફ દરગુદર કરશોજી.
વિજય દોશીના જય જિનેન્દ્ર!
****************** 7 ******************