________________
****
܀
܀
***
જે કર્મમાં માને તે ગમે તેમ જીવીના શકે! તમારા પુરુષાર્થ વગર તમને બીજું કોઈ પાપ બંધાવી ના શકે. દોષો પણ પુરુષાર્થ જ કાઢે. પુરુષાર્થ માટે સંકલ્પ બળ જોઈએ.
સંસારનું નક્કર સત્ય આ જ છે કે, “શુભ ભાવથી ચોકકસ શાંતિ અને અશુભ ભાવથી ચોકકસ અશાંતિ!''
આત્મશક્તિ પર સદહણા પ્રગટે તો આત્મવીર્ય ઉલ્લસિત થાય. અફસોસ એ જ છે કે આનો ઝાખીરૂપે પણ વિશ્વાસ નથી.
તીવ્ર મનોબળવાળાની સામી વ્યકિત પર ઉંડી અસ૨ થાય છે. નહીંતર સમોવસરણમાં વાઘ-બકરી સાથે ના બેસે !
ચિત્તશુદ્ધિ શ્રદ્ધાથી. કેવળજ્ઞાન અંદર જ પડ્યું છે. શ્રદ્ધાન જોઈએ.
જીવની દશા : જન્મે ત્યારથી દેહ સાથે ઓતપ્રોત ભિન્નતા ભૂલે છે. અરે, આત્મા ફકત દેહ-ઈન્દ્રિયથી જુદો જ નથી પણ મનથી પણ ભિન્ન છે. મન અને આત્મા બંને સ્વતંત્ર છે. મનનું સુખ જુદું, આત્માનું સુખ જુદું!
મન શુદ્ધ થયું એટલે આત્મા શુદ્ધ થયો એમ બંને એક નથી. ભાવમનની ચેતના (ઉપયોગ મન) મોહાત્મક છે, અશુદ્ધ છે. આત્માની ચેતના શુદ્ધ ચેતનાજ્ઞાન ચેતના છે, શુદ્ધ છે.
આત્માના અનુભવ ક૨વાનો ઉપાયો છે?
આત્માની અનુભૂતિ વગરની એક ક્ષણ પણ નથી. પરંતુ શુદ્ધ આત્માની અનુભૂતિ નથી. જે છે તે પ્રતિક્ષણે અશુદ્ધ આત્માની છે. કીડીની સાકરના આકર્ષણની તલપ તેના આત્માની સંવેદના છે. તૃષ્ણાનો અનુભવ છે. તૃષ્ણાનો રાગ ચેતનને હોય, પરંતુ વિકૃત ચેતનાનો અનુભવ છે! ૧૧-૧૨ મે ગુણસ્થાનકે વીતરાગ દશા છે ત્યાં મોહાત્મક ચેતના નથી, જ્ઞાનાત્મક ચેતના છે. પરંતુ તે કર્મબંધનનું કારણ નથી. ૧૧મે ગુણસ્થાનકેથી જીવ પડે છે પણ વીતરાગતા છે, ત્યાં કષાયો વ્યકત નથી. નિમિત્ત યોગે
****************** 300 ******************