________________
>>>>
સુવાક્યો વડે આત્મજ્ઞાત !
* જેવો ભાવ તેવો ભવ, જેવી મતિ તેવી ગતિ.
* સમ્યક્ત્વ દ્વારા આત્માનું આત્મિક સુખ પ્રગટ થાય છે !
★
વજન ઓછું થતાં જેમ સંવેદન થાય છે, તેમ કર્મ ઓછું થતાં જીવને સંવેદન થાય છે.
* કર્મનો નાશ શુભ ધ્યાન વડે થાય છે. ધ્યાન ૧૧મું તપ છે. મૃત્યુ હોય ત્યાં સુખ નથી, અજન્મા બનવાનું છે.
* જ્યારથી ધર્મભાવના શરૂ થઈ ત્યારથી ઉંમ૨ની ગણત્રી થાય.
* આત્માના સામર્થ્યમાં વૃત્તિ જોડાય ત્યારે ઉપયોગ (ચેતના) આખા શરીરમાં વાયુ સાથે ફરતો નથી એટલે સંવેદના અટકી જાય છે. ગજસુકુમાલને માટે સગડી બળતી હતી, સંવેદન નહોતું !
* આ ભવમાં કર્મક્ષય કરવો હોય તો જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય જોઈએ. આવા ધર્મમાર્ગમાં પ્રવેશ ક૨વા, આપણામાં રસ-કસ હોવા જોઈએ.
* મનોબળ સંસારમાં જ ગયું એટલે વૃદ્ધાવસ્થામાં ધર્મ કરતી વખતે રસ-કસ ખૂબ ઓછા બાકી રહ્યાં હોય છે.
* ચક્રવર્તી જેવાઓએ પણ સંસારમાં સુખ જોયું નથી.
* સ્વભાવથી છૂટે તે સંસારમાં ડૂબે.
* પ્રતિકૂળ સંજોગો કે વ્યક્તિ સામે સમતામાં સ્વસ્થ રીતે જીવતાં શીખો.
* વસ્તુનું સ્વરૂપ જાણીએ. ફ્રીજમાં પણ દહીં ખાટું થાય જ છે !
* આયુષ્ય પૂરું થતાં સ્વ લખાય છે. સ્વર્ગમાં પણ સુખ ક્યાં છે? ત્યાંથી ફરી જન્મ લેવો જ પડે છે. સમકિત વગરના સ્વર્ગનાં જીવો અવશ્ય વનસ્પતિકાય કે અાયમાં જન્મે છે !
*વૈભવ તને છોડે તે પહેલાં તું વૈભવને છોડ.
******************
8 ******************