________________
આંધ્યાત્મિક મંથન - સુવાક્યો * જીવનમાં ચિંતા નહીં, ચિંતન કરવાનું છે. * સાપ સાથે સૂઈ શકાય, પાપ સાથે કદી નહીં. * લક્ષ્મીનો વ્યય ત્રણ પ્રકારે : દાનથી, ભોગથી, નાશથી. * કાળે વરસે તો મેઘ નહીં તો માવઠું. * દ્રષ્ટિ પડી ત્યાં દોષ છે, પગલું પડ્યું ત્યાં પાપ છે. * બીજાના અધિકાર છીનવવા તે અદત્ત છે. * ધર્મ પુરુષાર્થાધિન છે, લક્ષ્મી ભાગ્યાધિન છે. * ઊભા ઊભા નીકળો નહિંતર આડા કરીને કાઢશે. સંતો ઊભા ઊભા સંસાર છોડે છે. * ચેતન કાયાને હંમેશાં સાથ આપે છે, કાયા ચેતનને સાથ આપે છે ખરી ? કાયા
ચેતનને નચાવે છે. * આત્માના શુદ્ધ પર્યાયને ધારણ કરે તે સત્ય. * આરાધના (સ્વાધ્યાય) ન કરવાથી વિરાધક થઈ જવાય છે. * જ્ઞાની થા અથવા જ્ઞાનીના શરણમાં જા. * અહિંસા દરેક ધર્મનું કેન્દ્રબિંદુ છે. અહિંસા જો જતી રહે તો એક પણ વ્રત રહે
નહીં.
* તપમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ અને અભયદાન દાનમાં. મનુષ્ય જન્મમાં જ “અવેદિ' બની
શકાય છે. એટલે કે સ્ત્રીવેદ, પુરુષવેદ યા નપુંસક વેદને ટાળી શકાય છે. * વિકાર ભાવમાં ધિક્કાર વચનોથી આત્માને બચાવવો જોઈએ. * મહા આરંભ – મહા પરિગ્રહ. * સંસારમાં કોઈ દ્રવ્યની તાકાત નથી કે આપણને પકડી શકે. * લાહો લોડો પવઠ્ઠઈ – લાભથી લોભ-કષાય” વધે છે. * પ્રતિક્રમણ-ભૂતકાળનું, સંવર-વર્તમાનમાં, પ્રાયશ્ચિત્ત-ભવિષ્યકાળનું. વીર ક્ષમાથી
થયા, બળથી નહીં. * ભવિષ્ય નહીં, વર્તમાનને સંભાળો. * નિમિત્તને નિમિત્ત સમજો, કારણ નહીં.
=================^ ૧૫ -KNEF==============