________________
વિધેયાત્મક સ્વરૂપ : સુખની આત્મિક સંવેદના. સુખની ઉત્પત્તિ આત્માથી જ છે. પુદ્ગલનો અભાવ - સુખની અનુભૂતિ. ઔદયિક ભાવમાં સુખ - ઉઘ, નશો, હઠયોગી, ખેચરી મુદ્રા ભાસે છે. | સંવેદના અંતર્મુખી થતાં સુખનો અનુભવ થાય. જો સંવેદના ક્ષીણ થઈ ગઈ હોય તો સુખાનુભૂતિ થતી નથી. પેંડો ગળ્યો પણ જીભની સંવેદના બુઠ્ઠી થાય ત્યારે પેંડો ગળ્યો હોવા છતાં મોળો લાગે છે.
જડના ગુણધર્મોના સંવેદનમાં જડની આધીનતા રહે છે. આત્માના ગુણોનું સંવેદન ઔદયિક ભાવથી નહિ પરંતુ ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ ભાવથી થાય છે.
દર્શન સપ્તક : ૪ અનંતાનુબંધી + ૩ દર્શન મોહનીય.
આત્માની ૯ મહાશક્તિઓઃ નવે નવ ચૈતન્ય શક્તિઓ આત્મામાં છે. મોક્ષ આંતરિક પ્રવૃત્તિઓથી ભરપૂર છે, ખાલી નથી.
અનંત જ્ઞાન - નિરાવૃત દશા થતાં નિ:સીમ જ્ઞાન ઉપજે છે. અનંત દર્શન - નિરાવૃત દશા થતાં નિઃસીમ દર્શનશક્તિ ઉપજે છે. અનંત ચારિત્ર - આતમ્ રમણતા, ચેતના ગુણ પરમાં જવા દેતો નથી. અનંત વિવેક - સારાસારાની પ્રતીતિનું સતત ભાન. અનંત દાન - દાન પ્રદાનનો અદ્વિતીય ગુણ સ્વીકારી અનંત લાભ. અનંત લાભ - સ્વગુણોનું દાન તત્ત્વથી કરે છે કોને? પોતાના આત્માને. અનંત ભોગ- - આત્માના વૈભવનો ભોગ-ઉપભોગ. અનંત ઉપભોગ અનંત વીર્ય - જડમાં પુરુષાર્થનું પ્રયોજન નથી રહેતું. કર્મો પર સંપૂર્ણ
સતા તો કેવલી અવસ્થાથી હોય છે. માટે જ સાચો સાધક સમોવસરણ જેવા બાહ્ય વૈભવથી અંજાતો નથી તેને આંતરિક ગુણોની મહાનતા જ આકર્ષે છે. (સતી સુલસા) સમોવરસણ જોવા પણ ન ગયા. સિદ્ધ ભગવંતો મોક્ષમાં જ્યોતમાં જ્યોત મળે તેમ રહેલા છે. દરેક આત્માનું વ્યકિત્વ સ્વતંત્ર હોય છે, ગુણોની સમાનતા હોય છે. =================K ૩૧ ૧ -KNEF==============