________________
મોક્ષની અતાત્ત્વિક ઈચ્છા પ્રગટપણે અનાર્ય ધર્મોમાં જોવા મળે. ખ્રિસ્તી ધર્મક્ષમાં ગુણ ઉત્કટ પરંતુ જીવ ગુણઠાણાની બહાર હોવાથી પુણ્યબંધ જ કરાવે. જો એક જ વાર મોક્ષની તાત્ત્વિક જિજ્ઞાસા પ્રગટ થઈ જાય તો તે જ સમયથી અસંખ્યાત ગુણી અકામ નિર્જરા થવારૂપ લાભ આત્માને પ્રાપ્ત થાય!
સંસારનું સુખ દુઃખ રૂપ લાગે તે જ જીવ મોક્ષ સ્વરૂપના શ્રવણ માટે અને તેની જિજ્ઞાસા કરવા માટે લાયક બને છે! ભોતિક સુખની ઈચ્છા થવી અને ઈચ્છાને સારી માનવી એ બે વચ્ચે ઘણું અંતર છે. સમ્યગ્દષ્ટિ જીવને ભૌતિક સુખની ઈચ્છા થાય તો પણ અનાસકત રહે છે.
મોક્ષનું સ્વરૂપ : ૧. નકારાત્મક અને ૨. હકારાત્મક (વિધેયાત્મક) દુ:ખ અને સુખની સામગ્રીનો અભાવ (દેહ, ઈન્દ્રિય, મન) પોદગલિક અને સુખની સામગ્રીનો અભાવ (રસ, ગંધ, સ્પર્શ, શબ્દરૂપ) જન્મનું દુઃખ નથી - ઈન્દ્રિય સાધનો નથી. મરણનું દુ:ખ નથી - દેહ નથી. જરા ઘડપણ નથી - મન નથી. રોગનું દુઃખ નથી. - સારા રસ નથી. આધિનું દુઃખ નથી - સારા ગંધ નથી વ્યાધિનું દુઃખ નથી - સારા સ્પર્શ નથી. ઉપાધિનું દુ:ખ નથી - સારા શબ્દ નથી વેદનાનું દુઃખ નથી - સારા રૂપ નથી. ભયનું દુઃખ નથી - ભોગ સામગ્રીનો સંપૂર્ણ અભાવ. દુઃખ નથી, દુઃખની સામગ્રી નથી - રુચિકર લાગે. સુખ નથી, સુખની સામગ્રી નથી - રુચિકર લાગે? જો લાગે તો....
જીવના દર્શન મોહનીય કર્મનો થોડો ક્ષયોપશમ થયો છે. એટલે કે આંતરચક્ષુ ખૂલવાનાં ચાલુ થયા છે.