________________
થયું કહેવાય. આ બાદ જીવ સમકિત પામે યા ના પામે પણ સંસારમાં ગમે તેટલું ભમવા છતાં ૧ કો.કો.સા.થી વધુ સ્થિતિ કદીય ના બાંધે. અર્ધપુદગલ પરાવર્તન કાળમાં મોક્ષ મેળવે.
અહિં જીવને સંસારનું ઊંચામાં ઊંચું સુખ પણ અંશથી દુઃખ રૂપ લાગે. જીવ સંસારનું સાચું સ્વરૂપ જાણ્યા બાદ જ મોક્ષના સાચા સ્વરૂપને સમજી શકે. મુક્તિની-મોક્ષની જિજ્ઞાસા ત્યારે જ પ્રગટ થાય.
ચરમ યથાપ્રવૃત્તિકરણમાં, પોદગલિકમાં સુખનો એકાંતે રાગ જે હતો તે તૂટે. મોક્ષ સ્વરૂપનો બોધ પામે. મુક્તિની તાત્ત્વિક જિજ્ઞાસા પ્રગટે. પાયાની ભૂમિકા તૈયાર થાય.
જે જીવો ભૌતિક સુખોમાં જ એકાંતે સુખ માને તે નિયમા તત્ત્વથી મોક્ષના દ્વેષી છે. આવા જીવો કદાચ મુક્તિ માટે જીવન પણ અર્પણ કરે. મુક્તિની ઉત્કંઠા ઉત્કટ અને હદયસ્પર્શી હોય, પુરુષાર્થ પણ તેના માટે કરતા હોય છતાં મોક્ષદ્વેષી કારણ, પોદગલિક સુખોમાં જ સુખનો અનુભવ કરે છે.
તેમનો મોક્ષની ભૂમિકામાં થતો રાગ કૃત્રિમ છે. જેને સંસાર પ્રત્યે સહજ રાગ તેને મુક્તિ પર સહજ દ્વેષ હોય જ. ચરમાવર્તમાં પણ તત્ત્વથી ષ હોઈ શકે. અપુનબંધક અવસ્થામાં જીવને તત્ત્વથી મુક્તિનો અદ્વેષ હોય. ચરમયથા પ્રવૃત્તિકરણમાં જીવને તત્ત્વથી મુક્તિની જિજ્ઞાસા હોય. - તાત્ત્વિક અને અતાત્વિક ઈચ્છા :
ભૌતિક સુખોમાં એકાંતે સુખ બુદ્ધિ હોવાથી તે જીવો તત્ત્વથી મુક્તિના દ્વેષી.
મોક્ષનો સહજ રુચિભાવ તે તાત્ત્વિક! મુક્તિના અદ્દેષ પછી મોક્ષના સ્વરૂપનો બોધ અને પછી મુક્તિની તાત્ત્વિક ઈચ્છા પ્રગટે! મોક્ષમાં જોવાનું બધું અને ભોગવવાનું કંઈ નહીં. ભોગસુખના ભોગવટાના અભાવમાં સુખ હોવાની વાત જ બુદ્ધિમાં ન બેસે. તેને મોક્ષની સાચી જિજ્ઞાસા જ નથી. =================K ૩૦૯ -KNEF==============