________________
તપ કરે - વાસના શાંત થાય, કષાયો ઉપશમે પણ અપુનબંધક અવસ્થા સુધી ના પહોંચે તો અધ્યાત્મનો એકડો ય મંડાયોના કહેવાય, કેમકે હજી મુક્તિનો દ્વેષ છે. જ મુક્તિની તાત્વિક જિજ્ઞાસાની પ્રાપ્તિ - ચરમયથાપ્રવૃત્તિ કરણ.
કર્મક્ષય કરતાં કર્મબંધની યોગ્યતા તોડવાનું મહત્ત્વ વધે. અપુનબંધક અવસ્થા આવી એટલે મોહનીયની ૭૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ ના બાંધે પણ ૬૮-૬૯-૬૭ કો.કો.સા.ની યોગ્યતા તોડી નથી.
સંસારના આવેગો ઘટતા જાય તેમ તેમ લાંબી શક્તિ તૂટતી જાય. જેમ રાગદ્વેષની નિબિડ ગ્રંથિ પર પ્રહાર કરે તેમ ૬૯-૬૮-૬૭ કો.કો. કર્મબંધની યોગ્યતા તોડે. જ્યારે તે ૧ કો.કો.થી ન્યૂન એવા કર્મબંધની યોગ્યતા ખપાવે ત્યારે જ જીવ ચરમયથા પ્રવૃત્તિકરણને પામે. હવે જીવ તાત્ત્વિક જિજ્ઞાસાનો ધણી થાય છે. જ ઓઘદૃષ્ટિ – યોગદૃષ્ટિ : શુભભાવ - શુદ્ધભાવ
આંતરિક નિર્મળતા છે પણ કાયમી નથી. અત્યારે ઓઘદૃષ્ટિની નિર્મળતા છે. યોગદૃષ્ટિની નિર્મળતા શુદ્ધભાવથી જ મળે અને એ જ જીવ શુદ્ધભાવ હોવાથી જ ગુણસ્થાનકને પામી શકે.
શુભ ભાવ - પુણ્યબંધનું સાધન, શુદ્ધભાવ - કર્મ નિર્જરાનું સાધન. તફાવત કેટલો? અનંત ગણો.
શુદ્ધ ભાવમાં પ્રવેશ કેવી રીતે થાય? તેના આધારરૂપ સાધનો શાસ્ત્ર, યુક્તિ અને અનુભવ વડે. ત્રિવેણી સંગમ જોઈએ. જ ચરમ યથાપ્રવૃત્તિકરણ એટલે શું?
જીવે અંનતીવાર કર્મનાં સ્થિતિ અને રસ ૧ કો.કો.થી ન્યૂન ક્ય પણ સ્થિતિબંધની યોગ્યતાને - લાયકાતને તોડી નહીં માટે આધ્યાત્મમાં પ્રવેશ ના થયો. જે યથાપ્રવૃત્તિકરણમાં આ લાયકાત તૂટે તે ચરમ યથાપ્રવૃત્તિકરણ. આ અપૂર્વકરણ =================K ૩૦૮ -KNEF==============