________________
સર્વથા સહુ સુખી થાઓ, સમતા સહુ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.
મોક્ષનું સ્વરૂપ સમજીએ
- પ.પૂ.ગણિવર્ય યુગભૂષણવિજયજી મોક્ષ થાય ક્યારે? મોક્ષ શું છે? ત્યાં શું હોય? ત્યાં શું કરવાનું? ત્યાં સમય શી રીતે પસાર થાય? ત્યાં આનંદ શેમાંથી મળે?
ઈન્દ્રિયો મળતા સુખો જો ત્યાં નથી તો એવું તે શું છે કે, “અવ્યાબાધ સુખનો અનુભવ કરાવે?
ત્યાં જીવ ક્યા આધારે અનંતકાળ સુધી રહેતો હશે? શક્તિ હોવા છતાં તે પાછો કેમ નથી આવતો?
મિથ્યાત્વ સાથે પાયાનો સંઘર્ષ : મિથ્યાત્વના બે કિલ્લાઓ : ૧. ભવાભિનંદીપણું, ૨. કદાગ્રહ. બે ગુણોની પ્રાપ્તિથી અપુનબંધક અવસ્થા : ૧. તાત્ત્વિક વૈરાગ્ય, ૨. સત્ય શોધકતા. અપુનબંધક અવસ્થા પ્રાપ્ત થતાં “મુક્તિનો અદ્વેષ' ગુણની પ્રાપ્તિ.
અપુનબંધક, અવસ્થા - મુક્તિની પ્રાથમિક યોગ્યતા. મોહનીય આદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરી ન બાંધનારો જ જીવ અપુનર્બલક થતાં ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા કર્મબંધની શક્તિ મુખમાંથી નાબૂદ થાય છે. આ કાયમી લાભ પ્રાપ્ત થાય છે.
દર્શન મોહનીય કર્મની ગૂંચ ઉકેલાઈ જાય છે. ભૌતિક સુખ પરનો જીવનો સહજ રાગ, તેમાં પૂર્ણ સુખની બુદ્ધિ અંશતઃ તૂટી જાય છે. જીવે સંસારના મૂળ પર હવે પ્રહાર ક્યું છે. જ શુભ ભાવજન્ય ગુણોની ભૂલ ભુલામણી.
શુભ ભાવજન્ય પોતાના ગુણોને જોઈ આત્મા પોતાનો વિકાસ માની લે તે દર્શન મોહનીય કર્મની ભૂલ ભૂલામણીમાં ફસાયો છે. ===== ==========k ૩૦૭ ----------------- *