________________
યોગના ૮ ગુણો
૧. અદ્વેષ : દ્વેષ ના થવો. અણગમાનો, અરુચિનો અભાવ. સત્તત્ત્વ પ્રત્યે અણગમો ન થવો. આત્મકલ્યાણનું પહેલું પગથિયું. અણગમો ન હોય તો જ જીવ વિકાસમાં પ્રેરાય છે.
૨.
જિજ્ઞાસા ઃ ૫રમાર્થ તત્ત્વ જાણવાની ઈચ્છા, કારણ જાણવાની ઈચ્છા થાય તો જ તત્ત્વ જ્યાંથી લભ્ય હોય ત્યાં જવાની અને સાંભળવાની તમન્ના થાય.
૩. શુશ્રુષા : ધર્મ તત્ત્વ સાંભળવાની ઈચ્છા, ઉત્કંઠા, તાલાવેલી. શ્રવણ : એકાગ્રપણે ધર્મતત્ત્વ સુગુરુ પાસે સાંભળવું.
૪.
૫. બોધ : ધર્મ તત્ત્વ સાંભળવાથી જ્ઞાન થવું, તત્ત્વબોધ થવો.
૬. મીમાંસા ઃ તત્ત્વબોધ થવાથી તે સંબંધી સૂક્ષ્મજ્ઞાન પ્રાપ્ત કરવું.
૭.
પ્રતિપત્તિ : મીમાંસા કરતાં કરતાં સાચા બોધનો સ્વીકાર. હેયને હેયરૂપે આદિ સ્વીકારવું. આ જ સત્ય છે, શેષ મિથ્યા છે ઈત્યાદિ રૂપે સ્વીકારવું. ૮. પ્રવૃત્તિ : ઉપાદેય તરીકે જાણેલા માર્ગમાં પ્રવૃત્તિ ક૨વી. ઓતપ્રોત થવું, અનુભવમય બની જવું.
બોધ : (જ્ઞાન પ્રકાશ)
૧. મિત્રા દૃષ્ટિમાં બોધ અગ્નિના કણની ઉપમાવાળો છે.
તૃણ : ઘાંસ, ઘાંસની ગંજી, તેનો અગ્નિકણ. અંધારામાં નહીંવત્ પ્રકાશથી ક્ષણજીવી અજવાળુ પાથરે છે. તેમ ગાઢ મિથ્યાત્વવાળા આત્મા ૫૨ આ દૃષ્ટિ પ્રકાશ પાથરે છે.
તૃણાગ્નિ કણ ઃ અલ્પ સ્થિતિકાળ સ્થાયી, માંડ માંડ વસ્તુસ્થિતિ દેખાય તેવો. અલ્પવિર્યવાન છે
અસમર્થ = સૂક્ષ્મ પદાર્થો જાણવામાં અસમર્થ
વિકલ (અધૂરો) = ઉપયોગ કરવા જતાં હતો ન હતો થઈ જનારો.
****************** 983 ******************