________________
૨. તારા દૃષ્ટિમાં ઉપમા ગોમય અગ્નિકણ જેવા બોધની આપી :
ગોમય અગ્નિકણઃ છાણાનો અગ્નિકણ. કંઈક વધુ સતેજ પણ ખાસ તફાવત
નથી. તારાદૃષ્ટિ મિત્રાદૃષ્ટિ જેવી જ છે. ૩ બલા દૃષ્ટિ : કાષ્ટના અગ્નિકણ સમાન, વધુ શક્તિમાન, વધુ કાળ સ્થાયી,
સ્મૃતિ સંસ્કાર યત્ન વિશેષ. ૪. દીપા દૃષ્ટિઃ દીપકની પ્રભા તુલ્ય કહી. વધુ દીર્ઘ સ્થિતિ અને સામર્થ્યવાળી,
મોહને તોડવાનો પ્રબળ પુરુષાર્થ કરે છે. દ્રવ્યક્રિયા હોય છે, ભાવક્રિયા નથી
હોતી. ૫. સ્થિર દૃષ્ટિ : રત્નપ્રભા તુલ્ય કહી છે. અપ્રતિપાતી બોધવાળી દૃષ્ટિ છે.
દીપક પરાભવનીય છે, રત્નપ્રભા અપરાભવનીય છે. ૬. કાંતા દૃષ્ટિ : તારાપ્રભા તુલ્ય. આ દૃષ્ટિમાં જ્ઞાન પ્રકાશ તારાની જેમ દૂર
દૂરથી ચમકતો અને ઝળહળતો દેખાય. રત્ન પરિમિતિ ક્ષેત્રમાં જ ચમકે. તારા
અનંત આકાશમાં દૂરથી જોઈ શકાય. ૭. પ્રભા દષ્ટિ સૂર્યનાં પ્રકાશ સમાન કહી છે. આનંદ, અપરિમિત. જાલ્ય
માન જ્ઞાન પ્રકાશ સર્વકાલે ધ્યાનનો હેતુ બને છે. ૮. પરા દૃષ્ટિ ચંદ્રના પ્રકાશ તુલ્ય કહી છે. નિર્મળ પરંતુ શીતળ તેજવાળી
દશા છે. સૂર્યનો તાપ ઉગ્ર હોય છે, શ્રેષ્ઠ દૃષ્ટિ છે. ચાંદનીમાં સતત બેસી શકાય છે.
ભાવ શ્રાવકનાં ૧૭ લક્ષણો ૧. સ્ત્રીને વશ થવું નહીં - મમતાની આસક્તિના ત્યાગનાં પરિણામવાળો ૨. ઈન્દ્રિયોની ગુલામી નહીં. ૩. અર્થનો અનર્થકારી માને. ૪. સંસાર અસાર છે. ૫. વિષયો વિષ કરતાંય ભૂંડા છે. ૬. આરંભથી ભયભીત.