________________
૭. ગૃહવાસ પાશ છે. ૮. નિર્મળ સમકિત પાળવું. ૯. ગાડરીયા પ્રવાહની અનર્થકારિતા ભાવવી. ૧૦. આગમના અનુસાર સર્વ આરાધના કરવી. ૧૧. દાનાદિ ચતુર્વિધ ધર્મ યથાશક્તિ આચરવો. ૧૨. ધર્મ કરતાની અજ્ઞાની જન હાંસી કરે તો શરમ ન રાખવી. ૧૩. ગૃહકાર્યો રાગ-દ્વેષ વિના કરવા. ૧૪. રાગ દ્વેષને આધિન થયા વગર, કદાગ્રહ છોડી માધ્યસ્થ ભાવ ધારણ કરવો. ૧૫. ધન આદિ ક્ષણભંગુર માનવા. ૧૬. કામ ભોગનું સેવન ન છૂટકે કરવું પડે તો જ કરવું. ૧૭. વેશ્યાની માફક ગૃહવાસ સેવવો.
શ્રુતજ્ઞાન સિંહણનાં દૂધ જેવું છે. સંસારમાં ભોગવૃત્તિ કરતો શ્રાવક અનાસક્ત ભાવે રહે. કારણ આસક્તિ અનર્થનું કારણ છે. સ્ત્રીમાં આસક્ત ના બને. વિષયસુખો ભોગવે છતાં ગૃદ્ધિ ન અનુભવે. વિવેકી જ હોય.
જે રાગ દશાને આધીન થાય તે ક્યારે ય વિવેકી ના હોય. “શ્રીફળ લઈને હાથમાં, વર ઘોડો બનીને જાય' એવું ના બને! વર કન્યા સાવધાન નો અર્થ જ આ છે.... વિવેક..!
પેથડશાહ, ભીમ શ્રેષ્ઠિ ખંભાતના હતા. એ સાધર્મિકોને મોકલાવેલ પહેરામણી સાડી-દુપટ્ટાનાં રોજ દર્શન કરતા. ચોથા વ્રતની બાધા બાદ ભીમ શ્રેષ્ઠિએ ૭૦૦ સાધર્મિકોને પહેરામણી મોકલી હતી.
પેથડશાહને ૩૨ વર્ષની ઉંમરે પોતાની ૨૮ વર્ષની પત્ની પ્રથમણીએ હકારાત્મક સૂર પૂરાવ્યો અને ગુરુ પાસે જઈ ચોથા વ્રતની બાધા લીધી હતી. માંડવગઢના મહામંત્રીની આ અનાસક્ત ભાવની પ્રતીજ્ઞાએ શાસ્ત્ર વચનને ઝળહળતા કરી દીધા.