________________
ભવોભવનું ભાથું બાંધે તેવા દિવસો કલ્યાણકનાં છે. કલ્યાણ કરનારું સાધન સમજવા શું ખરાબ છે તે વિચારે અને કલ્યાણકો સંભવે.
ચ્યવન : દેવલોકનું સુખ ખરાબ છે એવું તીર્થકરે વિચાર્યું હતું. જન્મ : ૯ મહિના ગર્ભમાં અંધારી કોટડીમાં લટકવું નથી. દીક્ષા: સંસાર નામે ખરાબ છે. કેવળજ્ઞાનઃ ઘાતી કર્મો ખરાબ છે. નિર્વાણ : અઘાતી કર્મો ખરાબ છે. ખરાબ શું છે એ ચિંતન નહીં કરીએ તો કલ્યાણકો કલ્યાણનું કારણ નહીં બને. શરીર, સ્વજન, સંપત્તિ આ ત્રિપુટીની સંસારમાં બોલબાલા છે. જિન, જિનાજ્ઞા, જિન પ્રરૂપેલ માર્ગ ત્રિપુટીની અધ્યાત્મમાં બોલબાલા છે. ચૈત્યવંદન કર્યા પછી ૨૪ મિનિટ ભગવાન સામે બેસી ચિંતન કરવું જોઈએ
ભાવ શ્રાવકની ભવ્યતા પૂ. ગણિવર્ય શ્રી નયવર્ધન વિજયજી મ.સા.
ધર્મ રત્ન' પ્રકરણમાંથી
શાસ્ત્રકાર પરમર્ષિ શ્રી શાંતિસૂરીશ્વરજી મ. જ ક્રિયા દ્વારા કર્મો બાંધતો જીવ તેના કરતાં અનેક ગણા કર્મો ભાવ દ્વારા બાંધે.
આત્મા પ્રવૃત્તિ દ્વારા કર્મો ખપાવે તેના કરતા અનેક ગણા વૃત્તિ/ભાવથી
ખપાવે. આરાધનાને ભાવનો સ્પર્શ થાય ત્યારે મીંડામાં એકડો ઉમેરાય. * દ્રવ્ય અનુષ્ઠાન (ક્રિયા) દેવલોક અપાવે,
ભાવ અનુષ્ઠાન મોક્ષની પ્રાપ્તિ કરાવી દે! જ ભાવધર્મનો અભાવ ક્રિયાને શૂન્ય બનાવી દે છે. જ્યારે ભાવધર્મ જીવમાં
=================^ ૧૪૬ -KNEF==============