________________
܀
܀
܀
***
ભળે ત્યારે, સંસાર પ્રત્યે ભયની લાગણી પેદા થાય, સંસારનાં સુખો અંગારા સમ લાગે, દઝાડે.
મોહની સત્તાને દૂ૨ ક૨વાથી જ ભાવધર્મ પેદા થાય. પરમાત્માના વચનનાં મર્મને પામતા મોતનો મર્મ ભેદાય.
ભાવધર્મ દિશા નક્કી કરાવે છે પછી પ્રવૃત્તિરૂપી ધર્મ તેમાં વેગ લાવે છે. કેમ સંસાર પ્રત્યે અભાવ પેદા થતો નથી?
કારણ કે સંસારનાં પદાર્થોને આદિથી જોઈએ છીએ, અંતથી નહીં. સંસારનાં સુખો દેખાવમાં સારા લાગે પણ અંત ક્યારેય સારો હોતો નથી. સંસારના દરેક સોહામણા પદાર્થોમાં જાણે બોંબ મૂક્યો હોય તેવો અનુભવ શ્રાવકને થાય! દરેક પદાર્થોમાં (સંસારી) મોહરાજાએ રાગ-દ્વેષનાં બોંબ મૂક્યા છે. શ્રાવકનો થનગનાટ કેવો હોય?
આ જન્મ ભોગ માટે નહીં, યોગ માટે મળ્યો છે. રાગ માટે નહીં, ત્યાગ માટે મળ્યો છે. પુદ્ગલની રમણતા માટે નહીં, આત્મ રમણતા માટે મળ્યો છે. આસક્તિ શ્ર્લેષ્મ છે, અનાસક્તિ સાક૨ છે. શ્રાવક (માખીરૂપ) સાકર ૫૨ બેસે.
બંધ પ્રવૃત્તિથી પડે, અનુબંધ વિચારોથી.
♦ વિચારોમાંથી પાપને દેશવટો આપવો તેનું નામ જ ભાવધર્મ. ભાવધર્મ નિશ્ચયની વાત છે દ્રવ્યધર્મ વ્યવહારની.
♦ સંસાર પ્રત્યે અભાવ અને મોક્ષ પ્રત્યે અહોભાવ તેનું નામ જ ભાવધર્મ.
સંસાર ભૂંડો મોક્ષ જ રૂડો! તન અને મન વચ્ચે દિવાલ (સમકિત) એનું નામ શ્રાવકપણું.
દુનિયાની વાતો આત્માને બેહોશ બનાવે. પરમાત્માની વાણી આત્માને બાહોશ બનાવે!
****************** 989 ******************