________________
૮. સમાધિ : આત્માનું આત્મતત્ત્વ સ્વરૂપે પ્રગટ થવું. સર્વથા નિર્વિકલ્પ દશા,
રાગાદિ સર્વ ઉપાધિભૂત ભાવોથી મુક્ત. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકરૂપતા. સર્વ પ્રકારનાં બહિર્ભાવોથી મુક્તિ તે સમાધિ.
ચિત્તના ૮ દોષો ૧. ખેદઃ થાકી જવું. ધર્મની પ્રવૃત્તિ કરતાં કરતાં થાકી જવું. જ્યાં થાકની બુદ્ધિ
ત્યાં દ્વેષ, અરુચિ, અપ્રીતિ, નાખુશી ભાવ આવે જ છે. ૨. ઉગ : કંટાળો, તિરસ્કાર. ધર્મની પ્રવૃત્તિમાં બેઠાં બેઠાં કંટાળો આવે, | તિરસ્કાર આવે. ક્યારે પૂરું થાય એવા ભાવ આવે. જલદી આટોપે, ગોટાળા
વાળે તેને ઉગ દોષ કહેવાય. ૩. ક્ષેપ ઃ ફેંકવું. ચાલુ ક્રિયાને છોડી ચિત્તને બીજા કામમાં નાખવું. ધર્મક્રિયા
ચાલુ હોય તે કાળે અન્ય ક્રિયામાં ચિત્ત જોડવું. ૪. ઉત્થાન : ચિત્તનું ઉઠી જવું. ક્રિયામાંથી ચિત્તને ત્યજી દઈ મોક્ષસાધક
યોગમાર્ગની ક્રિયાઓનો ત્યાગ કરવાનો ભાવ. લોકલજ્જાથી ક્રિયા ના તજે
પણ ચિત્ત તેમાં ન હોય તે. ૫. ભાઃિ ભમવું, ભટકવું, ભ્રમ થવો. યોગમાર્ગની પ્રસ્તુત ધર્મક્રિયા છોડી
ચિત્તનું ભટકવું. ૬. અન્યમુદ્ ઃ પરમાર્થ સાધક યોગમાર્ગની ક્રિયા કરતાં અન્ય સ્થાને હર્ષ કરવો. ઈષ્ટ કાર્ય સાધવામાં અંગારાની વૃષ્ટિ તુલ્ય આ દોષ છે.
ગઃ રોગ, રાગ (પ્રીતિ), દ્વેષ (અપ્રીતિ), મોહ (અજ્ઞાન). આ ત્રણ દોષ જ મહારોગ છે. ભાવ રોગ છે. સંસારવર્ધક ક્રિયાનો રાગ, મોક્ષસાધક ક્રિયાનો દ્વેષ અને યોગમાર્ગ સાધક સાચી ક્રિયાની અણસમજ, આ બધું ભાવસાધનામાં પીડારૂપ છે. આસંગઃ આસક્તિ થવી. પરદ્રવ્ય, પરભાવ પ્રત્યે આસક્તિ. મુક્તમાર્ગની સાધનાના અસંખ્ય ઉપાયો પૈકી એકમાં આસક્તિ, બીજા ઉપાયો પ્રત્યે ઉપેક્ષા પેદા કરે, ગુણસ્થાનનો વિકાસ રૂંધે.