________________
યોગના ૮ અંગો ૧. યમ : મૂખ્ય વ્રત યાવજીવનું વ્રત. જેમ કે, પ મહાવ્રતો, અણુવ્રતો. ૨. નિયમ : પરિમિત કાળવાળુ વ્રત જે મૂળવ્રતની વૃદ્ધિ કરે. જેમ કે શોચ,
સંતોષ, તપ, સ્વાધ્યાય, પ્રભુભક્તિ, ધ્યાન. આ પાંચ નિયમ કહેવાય છે. આસન : બેઠક કરવી, સ્થિર થવું, સ્થિરતાપૂર્વક બેસવું, આ દ્રવ્યથી છે. બે ભેદે છે. દ્રવ્યથી અને ભાવથી. પદ્માસન, વીર્યાસન, પર્યકાસન આદિ કયામુદ્રાની સ્થિરતા આત્માને પરભાવમાંથી આત્મભાવમાં સ્થિર કરવો તે
ભાવાસન. ૪. પ્રાણાયામ ઃ શરીરની પ્રક્રિયા જેમાં ગેસ આદિ વાયુને દૂર કરાય તે રેચક,
શરીરને નિરોગી થવા જે વાયુ લેવાય તે પૂરક અને કુંભમાં જેમ પાણી ભરાય તેમ શરીરમાં ધાતુઓ સ્થિર થાય તે કુંભક. શારીરિક પ્રાણાયામ થયો. ભાવ પ્રાણાયામમાં, બાહ્ય પુગલો તરફ આકર્ષતા ભાવોને દૂર કરવા રેચ લગાડવો. રેચક શુભ ભાવોને પૂરવા તેને પૂરક, આત્મામાં સ્થિર થવું તે કુંભક. બાહ્યભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ, કુંભક સ્થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ,
મનમોહન જિનજી, મીઠી તાહરી વાણી. (શ્રી યોગદૃષ્ટિની સઝાય) ૫. પ્રત્યાહાર એટલે ત્યાગ પાંચે ઈન્દ્રિયોને વિષય વિકારોમાંથી દૂર કરવી,
વિષય-વિકારોનો ત્યાગ કરવો તે પ્રત્યાહાર.
વિષય વિકારે ઈન્દ્રિય ન જોડે તે ઈંહા પ્રત્યાહારોજી. ૬. ધારણા ચિત્તને ધારી રાખવું, પકડી રાખવું તે ધારણા. તત્ત્વ ચિંતન અથવા
આત્મહિતવર્ધક ભાવોમાં ચિત્તને એકાગ્ર કરવું. ૭. ધ્યાન ઃ મનની એકલીનતા, એકાગ્રતા, તન્મયતા, ઓતપ્રોતતા, તત્ત્વ
ચિંતન આદિમાં મનને એકમેક કરવું તે ધ્યાન. હેય ભાવોમાંથી ચિત્તવૃત્તિનો
નિરોધ કરી ઉપાદેય તત્ત્વ ચિંતનમાં ઓતપ્રોત થવું તે ધ્યાન. =================^ ૧૪૧ -KNEF==============