________________
પુત્ર-પુત્રી મોહના ઉદાહરણો :
કૃષ્ણ વાસુદેવના નાના ભાઈ ગજસુકુમાલને અરિષ્ટનેમિ ભગવાનની દેશનાથી વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો છે. કૃષ્ણ સોમિલ બ્રાહ્મણની પુત્રી સોમા નામની કન્યા, ગજસુકુમાલ સાથે પરણાવવા અંતઃપુરમાં રાખી છે. માતા દેવકી ગજસુકુમાલ પ્રત્યેના પુત્રમોહને કારણે અનુકૂળ-પ્રતિકૂળ, રાગાત્મક પ્રલોભનો, સંયમ માર્ગ કઠીન છે આદિ અનેક પ્રકારે યોગથી ભોગ તરફ વાળવાની યુક્તિઓ કરે છે. ગજસુકુમાલ જ્ઞાનગર્ભિત વેરાગ્યના દઢ રંગે રંગાતા “મહાકાળ' નામના સ્મશાનમાં ભિક્ષુ મહાપ્રતિમાની આરાધના કરે છે. ગજસુકુમાલ ૧૬ વર્ષની ઉમરે અંતગડ કેવલી થયા.
સૌમિલ બ્રાહ્મણનો સોમા પુત્રી પ્રત્યેનો પુત્રમોહ પણ અતિ તીવ્ર જ હતો. એને કારણે મોહાંધ બની નવદીક્ષિત ગજસુકુમાલ મુનિરાજનાં તાજા મુંડિત મસ્તક પર ધગધગતા ખેરના અંગારા, ભીની માટીની પાળ બાંધી રાખી દીધા હતાં.
એક અતિ મૂલ્યવાન શિક્ષા ના ભૂલાય. મમત્વ એ પરિગ્રહ છે! મમત્વને જૈન ધર્મમાં કર્મબંધનું કારણ માન્યું છે. મમત્વના ત્યાગથી ધૂત સાધના (કર્મ નિર્જરાનો હેતુ) થાય છે.
=================K ૩૫૮ -KNEF==============