________________
નવ તત્ત્વોમાં “આશ્રવ તત્ત્વનો સમાવેશ મુખ્યતયા જીવને સાવધ કરવા કરાયો છે.
તત્ત્વ: મોક્ષનો સહજ રુચિભાવ રહે, જેનું ચિંતન સકામ નિર્જરા કરાવે તે. તત્ત્વનું જ્ઞાન : ચારિત્ર ધર્મનું શરીર. તત્ત્વનું અજ્ઞાન : મોહનું શરીર. “આશ્રવશું છે? “જીવમાં શુભાશુભ કર્મનું આવવું તે આશ્રવ.”
ઉમાસ્વાતિ ભગવંતે તત્ત્વાર્થાધિગમ સૂત્રનો છઠ્ઠો અધ્યાય “આશ્રવ પર વિવેચન કર્યું છે. તેનાં પ્રથમ સૂત્રનો અર્થ કરતાં સમજાવે છે મન, વચન, કાયાની ક્રિયા (યોગ) એ જ આશ્રવ. જ્યાં જ્યાં યોગ ત્યાં ત્યાં આશ્રવ.
“યોગ' ? શાનાં કારણે થાય? વીર્યંતરાયનાં ક્ષયોપશમથી અથવા ક્ષયથી થાય. કંઈ પણ બોલો, મનથી વિચારો કે કાયાથી ચેષ્ટા કરો તેની સામે નિયમો કર્મબંધ છે. તે શુભ કે અશુભ હોઈ શકે. જીવ નિયમા, સતત કર્મબંધ કરતો જ રહે, આત્માનાં પ્રદેશોમાં યોગને કારણે કંપન થાય છે તે થતું જ રહે જેને “આશ્રવ” કહે છે. તે પ્રક્રિયાને જાણવી અત્યંત જરૂરી છે અને તેની સામે સાવચેતીના પગલાં લેવા પણ અત્યંત જરૂરી છે.
અનાદિથી જીવનો ચાલી રહેલો સંસાર “આશ્રવને કારણે જ ટકેલો છે.. આત્મા સાથે કર્મનો સંબંધ ૧૦૮ જુદી જુદી રીતે થાય છે. આશ્રવ ૧૦૮ કારણે થાય છે.
સરંભ : પ્રમાદી જીવને હિંસાદિ કાર્યને માટે પ્રયત્નનો આવેશ. સમારંભ : એ કાર્ય કરવા સાધનો ભેગા કરવાં. આરંભ : છેવટે એ કાર્ય કરવું. ૩ x મન, વચન, કાયા =X ૩ કરવું, કરાવવું, અનુમોદવું= ૩૪૪ કષાયો.
બંધ-સંબંધઃ કર્મનું આત્મા સાથે ક્ષીરનીરવત્ જોડાણ તે બંધ. અને કાર્પણ વર્ગણાનું આત્મા વડે ગ્રહણ થવું તે સંબંધ.
સિદ્ધનાં જીવોની નજીક કાર્પણ વર્ગણા હોવા છતાં તેમનો અસરકારક સંબંધ પણ નથી અને બંધ પણ નથી. આપણને સંબંધ પણ છે અને બંધ પણ. =================^ ૨૩૯-KNEF==============