________________
કેમ આમ? આત્માને કર્મનો બંધ છે, કારણ આત્મા પરિણામી દ્રવ્ય છે. કર્મબંધમાં મુખ્ય કારણ રાગ-દ્વેષ છે જે સંસારી જીવો ને હોય છે અને સિદ્ધના જીવોને ન જ હોય.
માટે જ કહ્યું છે, મુનિ સ્થિર રહે! મન, વચન, કાયાની ચંચળતા છોડવી પડે. જ્યાં આત્મ પ્રદેશોનું કંપન છે ત્યાં સુધી કર્મનો બંધ છે. માટે ૧૪મા ગુણસ્થાનકે કર્મનો બંધ નથી!
યોગ છે ત્યાં સુધી ‘લેશ્યા' છે. મનોયોગનાં પરિણામ જે આઠેય કર્મનાં રસબંધનું મૂળ કારણ છે.
માટે જો સમજીએ તો કર્મની ચાવી આપણાં હાથમાં જ છે. જીવને મોક્ષની અવસ્થા અજ્ઞાનને કારણે મળતી નથી. જ ત્રસ જીવો. ત્રણ સ્થિતિમાં ૨૦૦૦ સા.થી વધારે ના રહી શકે. પંચેન્દ્રિય
જીવો ૧૦૦૦ સા.થી વધુ સળંગનાં રહી શકે. મનુષ્ય ભવ સળંગ ૭ વખત જ મળે. આશ્રવ તત્ત્વ મુખ્ય છે. તેને કારણે બીજા તત્ત્વો ઊભા થાય અને નિર્જરાની, સંવરની, મોક્ષની વાત તેને કારણે જ છે. આશ્રવ તત્ત્વનું જ્ઞાન સૌથી મહત્ત્વનું છે. ઉદયમાં આવેલા કર્મોને જીવ સમતાથી ભોગવે તો નવા કર્મ બંધ થતાં અટકે. નવા કર્મોનો આશ્રવ થાય નહીં.
આત્માની પ્રકૃતિ જ મોક્ષ છે, વિકૃતિ સંસાર છે. Q. શું કરીએ, વિચારીએ તો “આશ્રવ” ઓછો થાય, અટકે?
હેય પદાર્થનું ચિંતન કરો : પાપ, આશ્રવ, બંધ.
શેય પદાર્થને જાણો : જીવ-અજીવ. એ ઉપાદેય પદાર્થને મેળવવા પ્રવૃત્તિ કરો : પુણ્ય, સંવર, નિર્જરા, મોક્ષ જ મનને સારા ઠેકાણે રોકો.