________________
આપણે નિમિત્તો વચ્ચે જીવવાનું છે. પણ Face કેવી રીતે કરશો ? રાગદ્વેષ વગર. માટે સ્થિતપ્રજ્ઞ થવાનું છે, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા. બંનેમાં સમભાવે રહેવાનું તે સ્થિતપ્રજ્ઞતા.
પહેલાં તત્ત્વનો નિર્ણય. પછી તત્ત્વનો પક્ષપાત - અહિં સમ્યગુદર્શન થાય. ત્યારબાદ હેય અને ઉપાદેય તરીકેનું સેવન.
પહેલાં શુશ્રુષા (જિજ્ઞાસા), પછી શ્રવણ, પછી ગ્રહણ.
તત્ત્વનું અજ્ઞાન એ મોહનું શરીર જેની કરોડરજ્જુ (Backbone) ૧૮ પાપસ્થાનકો છે. આત્માની પ્રકૃતિ મોક્ષ છે. આત્માની વિકૃતિ સંસાર છે.
સંસારમાં પરવશતા તો જુઓ. જીવે કંઈ પણ કરવું હોય તો પુલનું મુખ જોવું પડે. બોલવું છે? ભાષા વર્ગણાના પુગલો જોઈશે. વિચાર કરવો છે? મનો વર્ગણાના પુદ્ગલો જોઈશે.
સંસારમાં જીવ પરતંત્ર, મોક્ષમાં જીવ સ્વતંત્ર! જીવને મનોયોગ વખતના જે પરિણામ તે ભાવલેશ્યા છે. છેક ૧૩માં ગુણસ્થાન સુધી ભાવલેશ્યા છે. પછી જીવ અલેશી (લેશ્યા વગરનો) થાય છે. કારણ ત્યાં મનોયોગનાં પરિણામ નથી.
જ્યાં સુધી યોગ હોય ત્યાં સુધી વેશ્યા રહેવાની. રાગ-દ્વેષ ના હોય અને મનોયોગનાં પરિણામ થાય તો પરમ શુક્લ લેશ્યા સમજવી. રાગ અને દ્વેષ ના હોય તે ભાવને માધ્યસ્થ ભાવ કહ્યો. ત્યારે “નિરા' થાય છે. દાસિન્ય = રાગ-દ્વેષરહિતપણું.
= માધ્યસ્થ ભાવ વ્યવહાર નય પ્રમાણે માધ્યસ્થ ભાવ અપુનબંધક અવસ્થાથી શરૂ થાય, નિશ્ચય નય પ્રમાણે પાંચમે ગુણસ્થાનકેથી શરૂ થાય.
અપુનબંધક અવસ્થા : જીવની મિથ્યાત્વ મોહનીય કર્મની ૭૦ કો.કો.સા.ની સ્થિતિ ફરીથી ન બાંધવાની યોગ્યતા. જીવ હવે ઉત્કૃષ્ટ સ્થિતિવાળુ મોહનીય કર્મ બાંધશે જ નહીં. અધ્યાત્મનો એકડો મંડાય છે એમ કહેવાય.
=====
=========kk ૨૩૮ ---------------*