________________
******
૧૯. સંભિન્નશ્રોત લબ્ધિ : આ શક્તિ વડે કોઈ પણ ઈન્દ્રિય દ્વારા અન્ય ઈન્દ્રિયના વિષયોને જાણી શકાય છે. આંખથી સાંભળે, જીભથી જુએ, આંગળીથી સાંભળે. (ઉવ્વાઈ સૂત્ર)
૨૦. તંદુલિયો મચ્છ વારંવા૨ સાતમી નરકનું આયુષ્ય બાંધતો, જીવે-મરે છે. (ભગવતી સૂત્ર : શ.૨૮)
૨૧. અનંતા કાળચક્રો વીત્યા.
૧. કાળચક્રમાં ૨૦ ક્રોડ x ૧ ક્રોડ સાગરોપમ
૧ સાગરમાં ૧૦ ક્રોડ ૪ ૧ ક્રોડ પલ્યોયમ
૧ પલ્યોપમમાં અસંખ્ય ૩ ખંડના વાસુદેવ નરકમાં ચાલ્યા જાય છે.
દ૨ પલ્પોયમે, અસંખ્ય સાધુઓ, ચારિત્ર પાળી પ્રચંડ પુણ્ય ઉપાર્જન કરી, મોહ અને દ્વેષને વશ થતાં વિભાવમાં વાસુદેવ બનવાનું નિયાણું કરી બેસે છે. સામે ચાલીને અસંખ્ય કાળના નરકના અનંતા દુઃખો નોતરે છે! (ઠાણાંગ સૂત્ર) ૨૨. જીવ ૫ માર્ગે શરીરમાંથી બહાર નીકળે છે.
૧. આત્મપ્રદેશો પગમાંથી નીકળે તો નરકે જાય.
૨. આત્મપ્રદેશો છાતીના નીચેથી નીકળે તો તિર્યંચમાં જાય.
૩. આત્મપ્રદેશો છાતીના ભાગથી નીકળે તો મનુષ્યમાં જાય.
૪. આત્મપ્રદેશો ગળા ઉપરના ભાગથી નીકળે તો દેવલોકમાં જાય. ૫. આત્મપ્રદેશો આખા શરીરમાંથી નીકળે તો મોક્ષમાં જાય.
(ઠાણાંગ સૂત્ર : સ્થા.૫) ૨૩. અનુત્તર વિમાનની દેવશય્યા પર અસંખ્ય ‘લવસપ્તમ’ દેવો જેમને ૭ લવનો જ સમય ઓછો પડ્યો, શ્રમણરૂપમાં એ સમય મળ્યો હોત તો સર્વે કર્મો ક્ષય કરી શક્યા હોત. ૭ લવ : સાડા ૪ મિનિટ. ૭ લવનો સંયમ ગુમાવ્યો (આયુષ્યને કારણે), ભવ વધી ગયો ! (ભગવતી સૂત્ર, સૂયડાંગ સૂત્ર : ૬) ૨૪. અનંતકાળ તિર્યંચરૂપે, અસંખ્ય કાળ નારકીને દેવરૂપે ભૂતકાળમાં વિતાવ્યો ત્યારે વર્તમાનનો સંખ્યાતો કાળ માનવ ભવનો મળ્યો છે! ****************** ** ******************