________________
૧૨. દેવલોકમાં પણ પુસ્તકો હોય છે. પુસ્તક રત્ન'નાં પુઠ્ઠાં-રિષ્ટ રત્નનાં, બંધન
દોરા સોનાનાં, કાગળ-અંક રત્નનાં, શાહી-રિષ્ટ રત્નની, કલમ-વજની,
અક્ષરો-રિષ્ટ રત્નનાં. પુસ્તકો શાશ્વતા હોય છે. (જીવાભિગમ સૂત્ર) ૧૩. મહાવીર ભગવાનનું કેવળજ્ઞાન : એકસ-રે થીય સૂક્ષ્મ. મનુષ્યાણીના ઉદરે
ઉત્પન્ન જીવ ગર્ભમાં વધુમાં વધુ ૨૪ વર્ષ જીવી શકે, ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત. તીર્થંચાણીના ઉદરે ઉત્પન્ન જીવ ગર્ભમાં ઉ.૧૬ વર્ષ. એક બાળકના એક ભવમાં વધુમાં વધુ પ્રત્યેક ૧૦૦ પિતા હોય શકે (લગભગ ૯૦૦) અને એક પિતાનાં
એક ભવમાં ઉત્કૃષ્ટ પ્રત્યેક લાખ પુત્રો હોઈ શકે ! (ભગવતી સૂત્ર : શ.૧) ૧૪. ચક્રવર્તી સમ્રાટ : ૬ ખંડના સ્વામી, આખા ભરત ક્ષેત્રનાં અધિપતિ દેવલોકનાં
૧૬,૦૦૦ દેવો તેમને આધીન, ૬૪,૦૦૦ રાણીઓ, ૩૨,૦૦૦ મુગુટબંધી રાજાના સ્વામી, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા, સૈન્ય ૯૬ કરોડનું, ૯
નિધિ, ૧૪ રત્નોના સ્વામી, માટે એને કહેવાય નરદેવ (જબૂદ્વીપ પતિ સૂત્ર) ૧૫. ચક્રવર્તીનાં ૧૪ રત્નોનો વૈભવ : ચક્રરત્ન રથનાં પૈડા જેવું. નાભિ વજની
અને આરા લોહિવાલ રત્નના. પરિધિ-જાંબુનંદ રત્નની ૧૦૦૦ યક્ષદેવોથી અધિષ્ઠિત. ચક્રવર્તીના કુળ સિવાય અન્ય કોઈ પર પણ ફેંકાતા મસ્તક છેદન કરીને જ પાછું આવે. આકાશમાં ચાલે અને છ ખંડ સાધવાનો માર્ગ બતાવે.
(જંબૂદ્વીપ પતિ સૂત્ર) ૧૬. તીર્થંકર પરમાત્માનો જન્માભિષેક શક્રેન્દ્ર આદિ ૬૪ ઈન્દ્રો ભગવાનને ખોળામાં
બેસાડી નવડાવે-રમાડે છે. એક શક્રેન્દ્ર મહારાજ પોતાના એક ભવમાં અસંખ્ય
તીર્થકરોને જન્માભિષેક કરાવે છે! (જંબુદ્વીપ પતિ સૂત્ર) ૧૭. અચ્છેરા : મલ્લિનાથ ભગવાન સ્ત્રી તીર્થકર થયા. આવા ૧૦ અચ્છેરાઓ
ભૂતકાળમાં અનંત વાર થયા છે. સ્ત્રી તીર્થકરો પણ અનંત વાર થયા અને અનંત
જુગલીયા આયુષ્ય પૂરું કરી નરકે ગયા. (ઠાણાંગ સૂત્ર : સ્થા-૧૦) ૧૮. મનુષ્ય ઓછામાં ઓછા ૨ મહિનાના આયુષ્યવાળો જ નરકે જાય. (ભગવતી
સૂત્ર : શ. ૨૪)