________________
>>>>
ચરવળો
સામાયિકમાં મન આઘુંપાછું થાય તેને ચરવળો અટકાવે છે. કઈ રીતે ? ચર-ચરવું, વળો–તેમાંથી વળો...
વૃત્તિ અવરોધક તે ચરવળો. સામાયિકમાં સતત યાદ કરાવે કે હું સામાયિકમાં છું. ભૂમિ પ્રમાર્જનમાં ઉપયોગી થાય છે.
મુહપત્તીના ૫૦ બોલમાં છેલ્લા છ બોલ ચરવળાના ઉપયોગ વડે સાર્થક કરવાના હોય છે.
***
માપ : ૨૪ આંગળની દાંડી જીવ ૨૪ દંડક (માર્ગ)થી દંડાય તેને દૂર કરવા. ૮ આંગળની દિશિઓ – ૮ કર્મના બંધથી જીવ બંધાયો છે તેને મુક્ત ક૨વાનો છે.
—
ચોરસ દાંડી ઃ સ્ત્રીઓ સ્ત્રી ૪ ગતિનું કારણ બની જાય છે. ગોળ દાંડી : પુરુષો – વાસનાની અધિકતા સ્ત્રીરૂપ મનાય છે. ખેસ (ઉત્તરાસંગ)
ઉત્તર
નાભિ ઉ૫૨નું શરીર, આસંગ – સાથે રહેલું. વિનયસૂચક વેશ છે. (શ્રાવકનો Uniform)
=
કંદોરો
જિન શાસનનું પ્રતિક કહ્યું છે. કંદોરો બાંધવાથી આત્મામાં કૌવત જાગે છે. કમ૨ ૫૨ બાંધીને સાધુ ભગવંતો વિહાર કરે તો થાક ઓછો લાગે છે.
સામાયિક એ સમતાને કેળવવાની યુદ્ધની ક્રિયા છે. કંદોરો તેમાં સહાયક બને છે. કંદોરો સૂતરનો હોવો જોઈએ. સૂરતથી મૂલાધાર ચક્ર સક્રિય બને છે. કારણ કે, કંદોરો મેરૂદંડની નીચેનો ભાગ અને નાભિ વચ્ચે જોડાણ કરી આપે છે.
જૈન દીક્ષા અંગીકા૨ ક૨ે તે દિવસથી કંદોરો બાંધવાનો હોય છે. વીર્યરક્ષા, બ્રહ્મચર્યપાલન, વાસના-વિકારોને અટકાવે છે. જ્ઞાન અને ક્રિયા દર્શાવતી બે ગાંઠ કંદોરાને છેડે બંધાય છે.
****************** us ******************