________________
પાંચ સમવાયઃ અનેકાન્ત દ્રષ્ટિ કાળ : બીજ આજે, વૃક્ષ કાલે, સમય કર્તાહર્તા, કર્મ પાક્ય કાળ થયે. સ્વભાવ : માછલી પાણીમાં તરે છે. અમુક બીજ ઊગતા નથી. શિયાળ
લુચ્યું છે. સ્વભાવ જ મુખ્ય છે. નિયતિ : ભાગ્ય, ભવિતવ્યતા અગાઉથી જ નક્કી છે. કર્મ ઃ જેવા કર્મ તેવું ફળ. પુરુષાર્થ : પુરુષાર્થ નહીં તો કંઈ નહીં.
કાળ : શુભાશુભ કર્મો તરત ઉદયમાં આવતા નથી. પરિપક્વ થયા પછી ઉદયમાં આવે છે. કર્મને પણ ફળ બતાવવામાં કાળની અપેક્ષા છે.
ગોટલીમાંથી આંબો કાળ વિના કેમ થાય? મોક્ષ માટે પણ ભવસ્થિતિના પરિપાકની આવશ્યકતા તે કાળની લબ્ધિ જ છે ને!
સ્વભાવઃ ચોખા વાવો તો ચોખા અને ઘઉં વાવો તો ઘઉં જ ઊગે. તેનો મહિમા સ્વભાવનો છે.
ગોટલીમાંથી આંબો જ થાય. કાળની અને ઉદ્યમની જરૂર પડે છે. પણ સ્વભાવ વિરુદ્ધ કાર્ય થાય નહીં. જડ-ચેતનના સ્વભાવ વિરુદ્ધ કાર્ય થતું નથી.
પૂર્વકર્મઃ સુખ-દુઃખની વિવિધ દશાઓ કર્મની વિચિત્રતા પર આધારિત છે. સવળાનું અવળું, આકસ્મિક લાભ, આકસ્મિક આફત, કર્મબળના અભૂત નમૂના છે.
વ્યક્તિગત યા સામૂહિક વિચિત્ર ઘટનાઓ બને છે, જેને દેવાધિન કહેવામાં આવે છે. એ પરથી કર્મના અસ્તિત્ત્વનો ખ્યાલ આવે છે.
ઉદ્યમઃ ઉદ્યમની મહત્તા માનવી જ પડે તેમ છે. કર્મને કેવળ પ્રધાન માનીએ તો પૂછીએ- કર્મને ઉત્પન્ન કરનાર કોણ? જીવ પોતે. જીવ વ્યાપારથી કર્મો બાંધે છે, ઉદીત કરે છે. અશુભ કર્મને પ્રયત્નથી શુભ કર્મમાં ફેરવે છે. =================K ૫૭ -KNEF==============