________________
પેથડશા ૩૨ માઈલના ઘેરાવાવાળા, ૯૨ લાખ ગામડાઓની રાજધાની માંડવગઢના ૫૦૦ મંત્રીઓના નાયક હતા. રાજકારણમાં ખૂબ વ્યસ્ત હતા. ગુરુ મહારાજ ૫ માઈલ દૂર હોય તો પણ ત્યાં જઈને નિયમિત પ્રતિક્રમણ કરતા. પખિ પ્રતિક્રમણ માટે ૧૦ માઈલ દૂર જવું પડે તો જતા. ગુરુ નિશ્રાનું મહત્ત્વ સમજાય જાય તો સમયનો ભોગ અલ્પ બની જાય છે.
ગોમતી ચક્ર : સુધર્માસ્વામીના ચરણની ઉપાસના ગુરુજી પાસે ચાર દાંડીની ઠવણી પર પોટલી હોય છે તે સ્થાપનાજી. ‘પ્રતિષ્ઠા કલ્પમાં બતાવેલ વિધિથી પૂઆ. ભગવંત અઢાર અભિષેક કરી સર્વદા સ્થપાયેલા સ્થાપનાજી હોય છે.
પોટલીમાં “ચંદગણ” દરિયાના બેઈન્દ્રિય જીવોનું મૃત શરીર શંખ-છીપ જેવું હોય. તેમાં આવર્ત-વર્તુળો હોવાથી તેની પસંદગી કરાઈ છે. સ્થાપનાજીમાં સુધર્માસ્વામીજીના ચરણમાં આવર્તા હતા અને તેઓના પ્રતિકરૂપે સ્થાપના કરાઈ હોય છે. આને “ગોમતી ચક્ર' પણ કહે છે જે અનેક રીતે લાભદાઈ છે.
કટાસણું: “કટાસન' પણ કહે છે. ઊનનું હોવું જોઈએ. ઊન શુભ તત્ત્વને ગ્રહણ કરે છે, અશુભ તત્ત્વને છોડે છે. તેજસ-વિદ્યુત શરીરની વીજળીને ધરતીમાં વહેતી વીજળી ખેંચી ન લે તેમાં ઉપયોગી થાય, અવરોધક બને માટે તેજસ શરીર સક્રિય રહે. માપ ઃ બેસનાર વ્યક્તિના દોઢ હાથ જેટલા માપનું ચોરસ, સફેદ ઊનનું.
| મુહપત્તી ? (૪ ગતિનું પ્રતિક છે.) માપ : ૧ વેંત ૪ આંગળ. (બૃહત્ કલ્યભાષ્ય), (યતિ દિનચર્યા) બાંધેલી કિનાર – મનુષ્ય ગતિનું પ્રતિક બાકીની ત્રણ ખુલ્લી કિનારો – તિર્યંચ, દેવ, નરક ગતિના પ્રતિક સફેદ રંગની (આચાર દિનકર ગ્રંથની ટીકામાં છે.)
જ્ઞાનના સાધનો પર થંક ના ઉડે, આશાતનાથી બચાવે. બોલીએ ત્યારે જ મુહપત્તી મોઢા પાસે રાખવાની બાકી મોન રહેવાનું. જો બાંધીને રાખીએ તો બોલવાની ચેષ્ટા વારંવાર થાય. મોઢાની લાળ લાગ્યા કરે, સમૂર્છાિમ જીવો થાય.
સાધુવેષનું પ્રતિક છે માટે હંમેશાં મુહપત્તી તેઓની સાથે જ હોય. =================K ૫૫ -KNEF==============