________________
સમજવા જેવું સામાયિક
- પૂ.આ.શ્રી હેમચંદ્રસાગરસૂરિ સામાયિક બને તો ઉપાશ્રયમાં જ કરવું ઘટે. શક્ય ના હોય તો શુદ્ધ
વાતાવરણમય એક ખંડમાં ઘરે કરી શકાય. (વાતાવરણ શુદ્ધિ) જ સામાયિક બને તો ગુરુ નિશ્રામાં કરવું ઘટે. ગુરુની હાજરી ના હોય તો
નવકાર અને પંચિંદીય આલેખ્યા હોય તે સ્થાપનાજી સમક્ષ કરી શકાય. ગુરુ નિશ્રા છોડવાથી ક્યારે કેવો અનર્થ તથા ગેરલાભ થાય છે તે સમજાવતું દ્રષ્ટાંત : મહા તપસ્વિની અને અખંડ ચારિત્ર પાલિકા સુકુમાલિકા.
કઠોર જીવન, કઠોર સાધના છતાં ગુરુણીની આજ્ઞા ઉલ્લંઘી અને ભવભ્રમણ વધારી દીધું. વૈરાગ્ય પ્રબળ હતો. આત્મોદ્ધાર માટે શરીરનું સત્ત્વ નિચોવી કાઢવામાં તત્પરતા પણ હતી. વાચનામાં જિનકલ્પીની આચાર સંહિતા સાંભળી અને મનમાં ગાંઠ વાળી. હું પણ જિનકલ્પી જેવું ઉચ્ચ કક્ષાનું ચારિત્ર પાળું.
ગુરુણીએ સમજાવી, સ્ત્રી દેહમાં આવી સાધના ન થાય અને તે પણ જંગલમાં! સ્મશાન ખંડિયેરમાં શૂન્ય ગ્રહમાં તો ના જ થાય. ગુરુણીની વાત ન માની. સુકુમાલિકાનો આગ્રહ ચાલુ જ રહ્યો. સ્મશાનમાં કાઉસ્સગ્ન કરવા જતી. એક દિવસ ફસડાઈ પડી.
સામેથી દૂર સંગીતના સૂરો સાંભળ્યા. દ્રષ્ટિ માંડી અને એક વરવું દ્રશ્ય નજરે પડ્યું. એક સ્ત્રીની સાથે પાંચ પુરુષો ક્રીડા કરી રહ્યા હતા. આ જોઈ મન ચલિત થયું, નિયાણું બાંધ્યું. મને પણ આવતા ભવે આવું સુખ મળો. બીજા ભવે દ્રૌપદી બની, પાંચ પાંડવો પતિ થયા. હાથવગું મોક્ષ ગુમાવ્યું. પાંચમા દેવલોકમાં ઝૂરી ઝૂરીને સમય પસાર કરી રહી છે.
આ છે ગુરુ અવજ્ઞાનું દુષ્ટ પરિણામ!