________________
* અપેક્ષાકારણ અને નિમિત્તકારણ સુધી પહોંચવામાં સહાયભૂત આપણાં
શુભકર્મો છે. * નિમિત્તકારણ રૂપ દેવ-ગુરુ-ધર્મ ઉપદાન કારણમાં જવા પ્રેરે છે. અજ્ઞાની
ફળને ચોંટે છે પરંતુ ફળના મૂળ કારણને જોતો નથી, તે શ્વાનવૃત્તિ છે. જ્ઞાની ફળમાં કારણને – મૂળને જુએ છે અને કારણ અર્થાત્ કર્મબંધના સમયે તેના કાર્ય એટલે ફળનો વિચાર કરે છે, એ સિંહવૃત્તિ છે. અજ્ઞાની પુણ્યોદયમાં ફળને ચોંટે છે અને પુણ્ય કર્મબંધ વેળાના શુભભાવને ભૂલે છે. ભગવાને જેનો નિષેધ કર્યો છે તેનો ત્યાગપૂર્વક અને જેનું વિધાન કર્યું છે તેના સેવનપૂર્વક થતી ક્રિયા તે સમંજસવૃત્તિ પૂર્વકની ક્રિયા કહી છે. આનાથી વિપરીત ક્રિયાને અસમંજસવૃત્તિ પૂર્વકની ક્રિયા કહી. આવી વૃત્તિથી ગમે તેટલા દહેરાસરો, જિનમંદિરો બંધાવો તો પણ દર્શનશુદ્ધિ ના થાય. કારણ,
વિધિ-પ્રતિષેધ સેવ્યા જ નથી, શુભ ભાવોનો સ્પર્શ થયો જ નથી. * દાન દેતાં પણ દાનમાં નહીં પણ પરિગ્રહમાં રસ વધુ હોય તેને અનુબંધ
અશુભ જ પડે. તે મનસ્વીપણે ધર્મ કરી રહ્યો છે. ધર્મ અધ્યવસાયો વડે
સમજવાનો છે. * રુચિ અને વલણ : સામાન્ય રીતે રુચિ પ્રમાણે જ વલણ હોય. અપવાદે
રુચિ અને વલણમાં ભેદ હોઈ શકે. વલણમાં ક્રિયાની અભિમુખતા છે જ્યારે રુચિમાં વિવેક સંકળાયેલો છે. વિવેકની પરાકાષ્ઠા સમકિતમાં આવે. આચરણમાં વિનય-વિવેક ભૂલી, રાગ-દ્વેષને મહત્ત્વ આપી પોતાનાં અહમને પોષે તે કર્મબંધ કરી દુઃખી થાય છે. જે સંયમ રાખે છે તે સંતોષી જીવ શુભ કર્મબંધ કરે છે. ચત્તારી પરમંગણિ દુલ્હાનિહ જંતુણો; માણસ સુઈ સદ્ધા, સંયમંમિઅ વિરિય. ભાવાર્થ ઃ ૧. મનુષ્યત્વ-મનુષ્યનો જન્મ, ૨. સુઈ-શ્રુતિ-સધર્મનું શ્રવણ, ૩. સદ્ધા-ધર્મમાં શ્રદ્ધા, ૪. સંયમ-વિરતિનો સ્વીકાર કરવાનો અપૂર્વ ઉલ્લાસ. આ ચાર વસ્તુ સામાન્ય માણસોને દુર્લભ છે.