________________
ધર્મતીર્થ ગ્રંથ : પૂ. યુગભૂષણવિજયજી મ. સંસારમાં તો નિયમ છે કે સ્નેહ, સ્નેહની અપેક્ષા રાખે છે. રાગ એનું નામ કે જેમાં અપેક્ષા પડી જ હોય. રાગ થયો એટલે સામેથી કાંઈક માંગે છે, ન માંગે તો રાગ હોતો જ નથી. બધા રાગમાં અપેક્ષા હોય છે. અરે! છેલ્લે એવી ઈચ્છા હોય કે સતત મારી પડખે રહે, તેનું મિલન રહે, મારી સાથે સ્નેહ રાખે.
નિઃસ્વાર્થ સ્નેહમાં પણ અપેક્ષા હોય જ. હું એને ચાહું અને તે મને ન ચાહે તેવો રાગ સંસારમાં હોતો નથી; તેવો રાગ ધર્મમાં હોય, માત્ર ઉચિત્ત કર્તવ્ય કરીને છૂટી જવાનો ભાવ. ધર્મના ક્ષેત્રમાં જ અપેક્ષાશૂન્ય રાગ સંભવે. સંસારમાં એક પક્ષી રાગ ન હોય.
મરૂદેવા માતા રાગના ભ્રમમાં રહ્યાં. ઋષભદેવને નિર્લેપ જોઈ (કેવળજ્ઞાન બાદ તેમનાં સમવસરણમાં) તેમનો રાગ તૂટ્યો છે. મરૂદેવાએ તો ભગવાનની વાણી પણ સાંભળી નથી અને મોક્ષે ગયાં છે.
પાંચ લોકોત્તર ભાવ તીર્થોઃ ગણધર (ગીતાર્થ ગુરુ), દ્વાદશાંગી, ચતુર્વિધ સંઘ જે એને (દ્વાદશાંગીને) અનુસરે, રત્નત્રયી અને અનુબંધ શુદ્ધ ક્રિયા કલાપ (અનુષ્ઠાન). આ તીર્થોને લોકોત્તર કહ્યાં. કારણ કે, પાંચે પાંચમાં જીવ માત્રને સંસારમાંથી તારવાની ક્ષમતા છે.
શ્રેયાંસકુમાર સહ ભરત ચક્રવર્તી, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી સાથે પૂર્વ ભવનો સંબંધ ભગવાન ઋષભદેવને હતો. શ્રેયાંસકુમાર સાથે ૯ ભવનો સંબંધ હતો. અનુરાગથી બંનેને દરેક ભવમાં મળવાનું થયું છે. બંને લાયક જીવ છે એટલે અહિતનું કારણ નથી બન્યા. શરૂઆતના ભવોમાં રાગાદિ વશ કામ-ભોગની પ્રવૃત્તિ પણ હતી, આગળ વધતાં તે ઘટવા લાગી. ૯મા ભવમાં છ મિત્રો ભેગા થાય છે, ધર્મની વાતો કરે છે, ઉદાર ભોગોનો ત્યાગ કરી ચારિત્ર સ્વીકાર્યું છે.
-kkkkkkkkkkkkkkkkkk ૩૭ Ekkkkkkkkkkkkkkkkkk