________________
★
**
અરિહંત હૃદયમાં વસી જાય એટલે બધું જ મળી ગયું. આ જીવે ન૨કનિગોદના કષ્ટો અનિચ્છાએ અનંતીવા૨ ભોગવ્યા છે.
★ સંતોષથી શાશ્વત સુખની પ્રાપ્તિ સરળ બને છે.
★
દુષ્કૃત ગર્તા ઃ પ્રાયશ્ચિત દ્વારા અનુબંધની પરંપરા અટકે છે. જેમ આત્માના અધ્યાવસાયો ઉજળા તેમ પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થવામાં વધુ સરળતા. માટે પ્રત્યેક ક્ષણ આત્માને શુભ પરિણામમાં રાખો. તે માટે કોઈનું અશુભ ચિંતવવું નહીં, અશુભ બોલવું નહીં. દુઃખ-અપમાન થાય તેવી પ્રવૃત્તિ કરવી નહીં.
★
જો સદ્ગુરુનો યોગ થઈ જાય તો કષાયોની કાલિમા દૂર થાય.
અર્થ, કામ અને પાકાની ચિંતા અનિષ્ટ ફળને આપનારી છે તેવી સાચી સમજણ મળી જતાં આત્મા પોતાનાં શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરનારો બની જાય છે. છતાં ચિંતા થાય તો વિચારવું કે જગતનાં કાર્યો પાંચ સમવાય કારણોથી થયા કરે છે. જેમાં જે કારણ મુખ્ય હોય તે વિચારવાથી ચિત્તનું સમાધાન થાય છે.
★
દા.ત. ધન ચાલ્યું ગયું તો વિચારવું કે વસ્તુનું પુણ્ય પૂરું થયું તેથી તે વસ્તુ નાશ પામી. તેમાં શોક-સંતાપ ક૨વાની જરૂર નથી. જે પોતાનું નથી તે પોતાનું થવાનું નથી. આત્માથી ભિન્ન છે ચિંતા શા માટે ?
કષાયોનાં ઉકળાટને દૂ૨ ક૨વાનો રામબાણ ઈલાજ નવકાર મહામંત્રનો જાપ છે.
જીવનમાં યોગાનુયોગ ‘નિમિત્ત’ મળવાથી, શુભ અને કલ્યાણ મિત્રરૂપ નિમિત્તથી એક ‘ઉલ્લાસ' પ્રસરે છે. મુક્તિ-સિદ્ધિનો માર્ગ પ્રજ્વલિત થાય છે. ચરવળો, મુહપત્તી, કટાસણું, આસન, મંદિર આદિ જડ નિમિત્તો છે. દેવ-ગુરુ-ધર્મ આદિ ચેતન નિમિત્તો છે! ચારિત્ર સ્વીકાર્યું છે. ****************** 35 ******************