________________
܀
܀
܀
܀
મતોવિજય અને આત્મશુદ્ધિ
܀
સમકિતમાં સંપૂર્ણ માન્યતા શુદ્ધિ :
માન્યતા : મન શું માને છે? શું નથી માનતું ?
બીડી પીવી ખરાબ છે! દારૂ પીવો Health માટે સારો છે!
સારી માન્યતાને દઢ કેમ કરવી? ખરાબ માન્યતા કેમ કાઢવી ?
મન : દ્રવ્યમન અને ભાવમન. ઉપયોગ મન અને લબ્ધિમન. (ભાવમનનાં બે પ્રકાર). લબ્ધિમનના પરિવર્તન માટે માન્યતાને પહેલાં તત્ત્વાનુસારી કરો. લબ્ધિમન : અંદ૨ના અનંત ભવોનાં ધરબાયેલા ભાવોનો સમૂહ. ભાવો નિમિત્ત વગર વ્યકત ના થાય. સાચાને ખોટું, ખોટાં ને સાચું માને. માન્યતાથી લદાયેલું લબ્ધિમનમાં સમ્યક્ત્વ લાવવાનું છે.
ધર્મ એટલે શું? જે તમને તમારા સ્વામી બનાવવામાં સાધન થાય તે. આત્માને દેહ-ઈન્દ્રિય-મનની પરાધીનતામાંથી શ્રાવક માટે ઉંચો ધર્મ ક્યો ? સામાયિક.
દેહ-ઈન્દ્રિય-મન : આ ત્રણે આત્માથી અલગ છે. એનું રટણ કરો. મનને જાણો, ઓળખો અને સમજો. આ ત્રણેનો ત્યાગ કરવો જોઈએ ? ના, સાથે રાખી, ભાવમનનો Control ઓછો કરતાં કરતાં મનને કાબૂમાં લઈ લેવાનું છે.
ભૌતિક રિદ્ધિ-સિદ્ધિમાં અસલામતી, શ્રેણિક રાજા/અનાથી મુનિ
વૃત્તિ અને પરિણતિ બંને એક રૂપ બને તો જ ૧૨ ભાવનાથી માન્યતાનું આમૂલ પરિવર્તન શકય છે.
મનોવિજયની સાધનાનાં ૫ પગથિયાં : શ્રદ્ધા, સંકલ્પ, સંવેગ, સમજણ, સાધના - મારે મનને જીતવું જ છે. વિચારોની સ્થિરતા, એકાગ્રતા, ઉંડાણ લાવવાની સાધના માટે સમજણ.
દહેરાસરમાં માથે ચાંદલો કરીને અંદર જઈએ - કઈ શ્રદ્ધાના બળે ? અશુભ ****************** 263 ******************