________________
܀
܀
વિચારો લબ્ધિમનની ગંદકીના ‘ઉભરાઓ' છે. અભવિ જીવ મોક્ષે ન જાય તેવી એની ‘માન્યતા' જ ઊંધી છે માટે મોક્ષે ન જાય.
܀
અનંતા ભવની ‘માન્યતા’ દ્રઢ થઈ ગઈ છે. ‘વિષય કષાયમાં જ સુખ છે.' લબ્ધિમન (તળીયાને) વાંચતા જ નથી. ઉપયોગ મન (સપાટી)ને જોઈ સ્થૂળ કષાયો, વિષયોમાં રમીએ છીએ. પદાર્થને અંતથી ઓળખો એની શરૂઆતથી નહીં.
* મનનું સ્વરૂપ : રુચિ અને અરુચિ સાથે ‘માન્યતા’ વણાઈ ગઈ છે. રુચિઅરુચિને લીધે પાપ-પુણ્યનાં અનુબંધ ચાલુ જ હોય છે.
પરિણતિ : લબ્ધિમનનો પ્રથમભાગ ‘માન્યતા’ અને બીજો ‘પરિણતિ’.
માન્યતા બદલવાની ક્રિયા અપુનર્બંધક અવસ્થાથી શરૂ થાય! કષાયો આગ છે છતાં આલિંગન ક૨વા જીવ દોડે છે !
માણસની પ્રકૃતિમાં વણાઈ ગયેલ શુભાશુભ ભાવો તે પરિણિત. ઉપયોગ મનમાં એકસાથે બે વિરોધી વિચારો થઈ શકતા નથી. લબ્ધિમનમાં અનેક વિરોધી ભાવો એક સાથે સંગ્રહ થઈને પડ્યા છે.
ગંદકી, ભૂખ, તરસ, થાકની પ્રક્રિયા દેહ, ઈન્દ્રિય અને મનમાં અવિરત ચાલે છે. ભોગો : નરકમાં તીવ્ર, પશુમાં એનાથી ઓછા, માનવમાં એનાથી ઓછા, દેવોમાં એનાથી ઓછા. સહુથી વધારે ભૂખ, તરસ, થાક, ગંદકી દુર્ગતિમાં છે.
જડ જગતનું વેધક સત્ય : ભૌતિક જગતમાં બીજી કોઈ સુખ નામની ચીજ જ નથી.
*શરી૨ : ૨૪ કલાક ભૂખ-તરસ-થાક-ગંદકી.
ઈન્દ્રિય : શરીર કરતા હજા૨, લાખો ગણી ભૂખ-તરસ આદિ. * મન : ૨૪ કલાક ઉકળતા જવાળામુખી જેવી ભૂખ-તરસ આદિ. જ્યાં સુધી મોહના પરિણામ છે ત્યાં સુધી મનની ભૂખ છે.
****************** *** ******************