________________
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે તફાવત : * મતિજ્ઞાન : - ઈન્દ્રિય અને મન દ્વારા થતું બધું જ જ્ઞાન તે મતિજ્ઞાન
- મતિજ્ઞાનીને બુદ્ધિમાન કહી શકાય. - નિમિત્ત યોગે સ્વયં ઉત્પન્ન થનારૂં જ્ઞાન છે.
- પર્યાય ગ્રાહિત્ય સિમીત છે. શ્રુતજ્ઞાન : - શ્રુતજ્ઞાનીને વિદ્વાન કહી શકાય.
- શ્રુતજ્ઞાન વિના મતિજ્ઞાન પાંગળું છે. - પર્યાય ગ્રાહિત્વ વધુ છે.
- માનસિક ચિંતન જ્યારે શબ્દ ઉલ્લેખ સહિત હોય ત્યારે શ્રુતજ્ઞાન. ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ મિથ્યાજ્ઞાન (અજ્ઞાન) અને સમ્યકજ્ઞાન :
જૈન દર્શનની આ ખાસ દૃષ્ટિ છે. જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉન્નતિ થાય તે સમ્યગ્રજ્ઞાન અને જે જ્ઞાનથી આધ્યાત્મિક પતન થાય તે મિથ્યાજ્ઞાન.
સમ્યગુદૃષ્ટિ જીવને પણ સંશય થાય, ભ્રમ થાય, અધૂરી સમજ થાય તેમ છતાં તે કદાગ્રહ રહિત અને સત્ય ગવેષક હોવાથી વિશેષદર્શી, સુજ્ઞનો આશ્રય લઈ ભૂલ સુધારવા તત્પર જ રહે છે.
ભગવાન કહે છે પલકારા જેવા વિજળીના ચમકારામાં મોતી પરોવી લેવાનું છે. એ ચૂક્યા તો ચૂકતા જ જશો. ગર્ગાચાર્યના શિષ્યો રસમાં, સ્વાદમાં, આરામમાં, વાહ વાહમાં અને શરીરની શાતામાં લીન થઈ ગયા હતા. આવા મહાન આચાર્યના શિષ્યોને શિથિલતા મારી ગઈ.
શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને તપથી સિદ્ધિ કે સમૃદ્ધિ એવી પમાય કે તમે ધારો તો સોઈના નાકા જેવા છિદ્રમાંથી નીકળી શકો. તમારું શરીર લાખ જોજનનું કરી શકો. ધારો તો અણુ જેવડું કરી શકો. અરે, પાણી પર ચાલી શકો, ધરતીમાં ડૂબકી મારી શકો.
નાગાર્જુને સુવર્ણસિદ્ધિનો રસ સિદ્ધ કર્યો જે તાંબાને સોનું કરી શકે. એના ગુરુ પાદલિપ્તસૂરિજીએ રસ ફેંકી દીધો. પોતાનો પેશાબ તુંબડીમાં ભરી આપી કહ્યું, લે તારો રસ પાછો. એના વડે પત્થર સોનું બનતું. =================X ૧૫૦ -KNEF==============