________________
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બન્ને મન અને ઈન્દ્રિયો દ્વારા થાય છે. મનયુક્ત ચક્ષુ વગેરે ઈન્દ્રિયોથી રૂ૫ વગેરે વિષયોનું પ્રત્યક્ષ જ્ઞાન થાય તે પ્રત્યક્ષ મતિજ્ઞાન છે.
મનથી સુખાદિનું સંવેદન થાય છે તે માનસ પ્રત્યક્ષ જ્ઞાન છે. મનથી તર્કવિતર્ક-વિચાર-સ્મરણ-અનુમાન જે થાય તે પરોક્ષ મતિજ્ઞાન છે. પ્રત્યક્ષ મતિજ્ઞાનના ૪ ભેદો : ૧. અવગ્રહ : અવ્યક્ત દર્શન બાદ અવગ્રહ થાય છે. રૂપ, સ્પર્શ આદિનો
પ્રતિભાસ તે અવગ્રહ. ૨. ઈહા : સંદેહ થતાં એ વિશેષ બાબત વિશેનો નિર્ણય તે ઈહા.
દા.ત. આ માણસ હોવો જોઈએ. આ વૃક્ષ હોવું જોઈએ. આ માણસ બંગાળી
હોવો જોઈએ. ૩. અપાય : આ માણસ જ છે. આ વૃક્ષ જ છે. આ બંગાળી જ છે. ૪. ધારણ : સંસ્કારવાળુ જ્ઞાન તે ધારણા. (becomes Memory) નદીસૂત્રમાં મતિજ્ઞાનમાં ૪ પ્રકારની બુદ્ધિ કહી છે. (ટીકા by મલયગીરીજી) ૧. ઓત્પાતિકી : વિકટ સમસ્યાને ઉકેલી આપે એવી તત્કાળ સહજ બુદ્ધિ. ૨. વૈનાયિકી : વિનય-કેળવણીથી કેળવાયેલ મતિ. ૩. કર્મણા : શિલ્પ અને કર્મથી સંસ્કાર પામેલી મતિ તે કર્મની બુદ્ધિ. ૪. પારિણામિકી : લાંબા અનુભવથી ઘડાયેલ મતિજ્ઞાન.
શ્રુતજ્ઞાન : શ્રુતનું અર્થાત્ સાંભળ્યાનું જ્ઞાન. શાસ્ત્રજ્ઞાનથી ઉત્પન્ન થાય તે પણ શ્રુતજ્ઞાન. શબ્દજન્ય યા સંકેત જન્યજ્ઞાન તે શ્રુતજ્ઞાન.
શબ્દને સાંભળવો એ અવગ્રહાદિરૂપ શ્રોતેન્દ્રિયનું મતિજ્ઞાન છે, પણ તે દ્વારા બોધ થવો એ શ્રુતજ્ઞાન છે.
અર્થની ઉપસ્થિતિ કરાવે તે શ્રુતજ્ઞાન.