________________
જ્ઞાની કહે છે. તમારું સ્વયંનું છે તે જ સાચા સોના જેવું છે. સ્વયંનું સાધવાનું અને બીજાને પણ સહયોગ આપવાનો. સહન કરતા શીખવાનું છે. સાધુ સંથારામાં સૂવે, પરાધીન કરે તેવું બિછાનું પણ ના કરે.
વૃદ્ધવાદિસૂરિજીના શિષ્ય સિદ્ધસેન દિવાકર મહાન હતા. મહા તાર્કિક, પ્રખર પંડિત અને અદ્દભૂત પ્રતિભાના ધણી હતા. તેમને મોટા મહારાજા અને શ્રેષ્ઠિઓ માનતા અને તેમની સેવા મળે તો સ્વયંને પરમ ધન્ય માનવા લાગતા. સહનશીલતા સુખશેલિયાપણામાં ઓછી થતી ગઈ. ગોચરી ઉપાશ્રયે જ મંગાવતા થઈ ગયા. ગુરુનો અચાનક સહયોગ થયો. ભૂલ સુધારી, પશ્ચાતાપથી દોષો ધોઈ નાખી મહાન થઈ ગયા.
ગર્ગાચાર્યના શિષ્યો કોઈ ઉપાયે, ગુરુની અથાગ દેશનાં મળ્યા છતાં સુધર્યા જ નહીં. શાસ્ત્રમાં એ શિષ્યોને “ગળિયા બળદની ઉપમા આપી છે.
આળસ અને સુખશેલિયાપણાને અભ્યાસથી દૂર કરીએ. તીર્થંકર પરમાત્માના ૧૨ ગુણ યાદ કરી પ્રભુજીને ૧૨ ખમાસણા રોજ આપજો. હાથ-પગ ને શરીર એવા મળશે કે તમે સ્વસ્થ, સુંદર અને સમર્થ બનશો. તમારું સૌભાગ્ય વધી જશે. ધાર્યું કરી શકશો. એક વાર ઊભા થઈ જશો પછી તમને થશે.
હવે કેવળજ્ઞાન લઈને જ જઈશું, શ્રી બાહુબલીજીની જેમ.” તેઓ ૧૨ મહિના કાઉસગ્નમાં ઊભા રહ્યા. કેવી ધીરજ, શ્રદ્ધા, અડગતા ને હિંમત-શક્તિ?
આપણે ૪ લોમ્મસના કાઉસગ્નમાં ડોલતા થઈ જઈએ છીએ? ભૂલે ચૂકે માખી મચ્છર ખભા ઉપર બેસી જાય તો તો મચ્છરનું આવી બને!
ભગવાન કહે છે, તમે ભાવ સારા રાખજો. બાહુબલી જેવું સામર્થ્ય મળશે. જેનો સિવાય ક્યાંય પણ “શાતામાં છો?' આવું સરસ પૂછવાનાં શબ્દો પણ નથી. જ્ઞાની કહે છે, વહેવાર અને વચનનાં સાચા બનજો. દેતા-છોડતા-નિભાવતા શીખો. તમે સારા હશો તો આખા સંઘ સારો હશે. અશાંતિ-ઉપદ્રવ ના કરતા. રાડો પાડીને નહીં, દાખલો બેસાડીને, આદર્શ ઊભો કરીને તમારી સચ્ચાઈ, મહત્તા જણાવો. =================^ ૧૫૧ -KNEF==============