________________
જિનાલય નમણું (રાગઃ આશાવરી)
જિન મંદિર જિન ઉપાશ્રયનાં, આલીશાન નિર્માણ હજો, ગોતમ સ્વામીની લબ્ધિ હજો, અરિહંતનાં ઉર-આશિષ હજો.
સાત ક્ષેત્રમાં સૌથી ઉત્તમ, દાન કહ્યું છે જિનાલય સાટે, મિત્રો શ્રાવક શ્રાવિકાઓ, દેજો દાન સહુ છૂટે હાથે.. લ્હાવો અનુપમ ફરી ફરી ના'વે, જિન શાસન જયકાર હજો.
જિન મંદિર...
આ અવસરને ઓળખી લઈએ, જન્મ મળ્યો છે સાર્થક કરીએ, ધન વૈભવનાં સુપાત્ર દાને, ભવો ભવનું ભાથું ભરી લઈએ, શ્રદ્ધાનાં ફૂલોની મહેકથી, સંઘનો જય જય કાર હજો.
જિન મંદિર
કાંતી પ્રસન્ન જિન મૂર્તિઓથી, ઝળહળતું જિનાલય નમણું, આરતી મંગળ દીવો ગવાતાં, સુઘોષ ઘંટારવનું શમણું, સમતાભાવના શીતળ જળથી, “શ્રદ્ધાંધે” પ્રક્ષાલ હજો... સકળ સંઘમાં મંગળ વર્તે, દાન ભાવની વૃદ્ધિ હજો...
જિન મંદિર...
શ્રદ્ધાંધ” Apr. 2004
=================^ ૧૫૨ -KNEF==============