________________
દ્વાર ઉઘડ્યા. સ્વ-હૃદયમાં જ બિરાજમાન અરિહંત સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શક્યા, ત્યારબાદ ઉત્તરોત્તર આગળની શ્રેણિમાં ચડતાં ચડતાં ર૭મા ભવે કાળ લબ્ધિ અને ભાવ લબ્ધિનો સમાગમ થયો. અનંત સુખોના ભોક્તા ભવસિદ્ધિક બની ગયા. યાદ રહે, જેમ ભવસિદ્ધિક સ્વાભાવિક છે તેમ અભવ્યસિદ્ધિક પણ સ્વાભાવિક છે. પ્ર. હે પ્રભો! તથા પ્રકારના સ્વભાવને કારણે ભવસિદ્ધિકો મોક્ષમાં ગયા બાદ શું
સંસાર ખાલી થશે? ઉ. હે શ્રાવિક, અનંતા અનંત જીવોથી ભરેલો આ સંસાર કોઈ કાળે પણ ખાલી થઈ શકે એમ નથી. ઉદાહરણ તરીકે ભગવાને સમજાવ્યું કે, અત્યાર સુધી આપણા માથા પરથી અનંતાનંત સમયનો ભૂતકાળ પસાર થઈ ગયો છે. એક સમય ઘટી રહ્યો છે તે ભવિષ્યકાળ પણ અનંતાનંત છે. વર્તમાનકાળ એક જ સમયનો છે. આમ ત્રણે કાળના સમય કરતાં પણ તે શ્રાવિક, જીવરાશિ અનંતાનંત ગણી વધારે છે. માટે જીવોથી કયારેય ખાલી નહીં થાય. પ્ર. સંસારનો સર્જક કોણ છે પ્રભુ? ઉ. જેની ઉત્પત્તિ હોય તેનો નાશ નિયત થાય છે. સંસાર અનાદિકાળનો અને અનંતકાળ સુધી રહેનારો હોવાથી કોઈનાથી ઉત્પાદ્ય નથી. જે સ્વયં મરણના ચક્ર ફસાયેલ હોય તે સંસારના સર્જક કેવી રીતે બની શકે? બ્રહ્મા જો સર્જક હોય, વિષ્ણુ રક્ષક અને શીવ સુખ-શાંતિદાયક હોય, તો સ્વયં જન્મ મરણના ચક્રે કેમ ચડે?
જીવ માત્રને પોતાના શુભાશુભ કર્મો ભોગવવા પડે છે. માટે જીવ જ પોતાના સંસારનો સર્જક, રક્ષક અને મારક છે. માતા-પિતાના પૂર્વના ઋણાનુબંધ પૂરા કરી નવા માતા-પિતા સાથેનો ઋણાનુબંધ ચાલુ થશે તે જ સમયે માતાની કુક્ષિમા જન્મ લેનારો જીવાત્મા, માતા-પિતાના સંભોગમાં શુક્ર અને રજ ભેગા થાય છે અને સંતાન આપ મેળે નવ મહિના કેદ થઈ જાય છે. પ્ર. હે પ્રભો! સુખ7 (ઊંઘવું) સારું કહેવાય કે જાગતા રહેવું સારું કહેવાય? ઉ. શ્રાવિકે, કેટલાક જીવો ઊંઘતા રહે એ જ સારું છે અને કેટલાક જાગતા રહે
તે સારું છે. આઠ પ્રકારના જીવો ઊંઘતા રહે તો જ સારું છે. =================K ૪૦૫ -KNEF==============