________________
૧. અધર્માનુગા: અધર્મી ખાન-પાન, રહેણીકરણી અને ભાષા વ્યવહારમાં તત્પર. ૨. અધાર્મિક ઃ સમ્યકશ્રુત અને સમ્યક્રચારિત્ર વિનાનાં. ૩. અધર્મષ્ઠાઃ સમ્યકુશ્રુત અને સમ્યક્રચારિત્ર પ્રત્યે શ્રદ્ધા વિનાનાં, ધાર્મિક પ્રત્યે
તથા તેમના સનુષ્ઠાનોમાં જરાય રસ વિનાનાં. ૪. અધર્માખ્યાયી : ધર્મ અને ધર્મ પ્રસંગોને વિકૃત કરી પાપ ભાષા બોલનારા. પ. અધર્મપ્રલોકીઃ ધાર્મિક વ્યવહારનો અપલાપ કરી, હિંસા-અસત્ય-ચોરી-મૈથુન
અને પરિગ્રહરૂપ અધર્મને જ ધર્મ માનનારા. ૬. અધર્મરાગી : દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે રાગનું દેવાળુ કાઢી, પ્રપંચી, ખુશામતીયા
અને લબાડ માણસોને ચાહનારા. ૭. અધર્મસમુદાચારી : અધર્મ, આચાર-વિચારમાં જ જીવન પૂરું કરનારા. ૮. અધર્મજિવીકાઃ ભયંકર પાપ બંધાય એવા વ્યાપાર-વ્યવ્હાર કરનારા.
જેના માથે શત્રુઓ વધારે તે જીવો ભવાંતરમાં પણ મહાદુઃખી. આવા જીવો ઊંઘતા રહે તો તેઓ ઘણાં પાપોથી બચી જાય છે. અન્ય જીવો એમના હિંસક સ્વભાવથી વંચિત રહી શકે છે.
આનાથી વિરૂદ્ધ જે ભાગ્યશાળીઓ ધર્મમાં રત, ધાર્મિક વાતાવરણ ઉત્પન્ન કરે તેવી ભાષા બોલે, અહિંસક ભાવોના માલિક છે તેઓ જાગતા સારા, અહિંસક, સત્યવાદી અને પ્રામાણિક માનવ સૌથી પહેલા ધાર્મિક છે. પ્ર. નિર્બળ સારા કે સશક્ત સારા? ઉ. જીવ માત્રની વૃત્તિઓના પૂર્ણજ્ઞાતા ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે, જીવન વ્યવહારમાં હિંસા, અસત્ય, ક્રૂર કર્મિતા અને માયા-પ્રપંચમાં રહેલા માનવ નિર્બળ સારા. તેમાં તેમનું જ કલ્યાણ છે. જે ભાગ્યશાળી અહિંસક, સત્યવાદી, પરોપકારી છે; પારકાને માટે જીવનારા છે તેઓ મન, વચન, કાયાથી શક્ત બને એ સારું છે.
જાગરણશીલતા સાથે ધાર્મિકતા, સદાચાર, પરોપકારની ભાવના રાખનારાની પ્રશંસા દેવો પણ કરશે, કિન્નરીઓ તેમનાં ગીત ગાશે અને સંસારની સ્ત્રીઓ પણ રાસ ગરબા ગાશે.