________________
હોવા છતાં સુખ ભોગવી શકાતા નથી. ભોગવાતા હોય તો તેમાંથી આશીર્વાદ મેળવી શકાતા નથી.
પ્ર. હે પ્રભો! જીવોને ભવ સિદ્ધપણું સ્વાભાવિક કે પારિણામિક? ઉ.ભવસિદ્ધત્વ સ્વાભાવિક જ હોય છે. પારિણામિક હોતું નથી. જીવનું ચૈતન્ય સ્વાભાવિક છે. બાલત્વ, યૌવન, વૃદ્ધત્વ, સ્થૂળત્વ, ધૃત્વ એ બધા પારિણામિક ભાવો છે. આ બધા આવી અને સર્વથા જતાં રહે છે. ચૈતન્યમાં વૃદ્ધિ કે હ્રાસ ભલે થાય તો પણ જીવમાંથી ચૈતન્ય કયારેય જતું નથી. કોઈનાથી કે કોઈ કાળે એ જાય જ નહીં.
પત્થરમાં મૂર્તિ કે સ્તંભ આદિ પર્યાયોમાં ફેર થાય પરંતુ મૂળ કાઠિન્ય જતું નથી. પારિણામિક ભાવોમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય કે કાળ દ્રવ્યનો ચમત્કાર કામ કરે છે. નહી કે ઈશ્વરનો !
ભવસિદ્ધિ એટલે જે જીવ આજે, કાલે, બે ત્રણ પાંચ કે સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ભવે પણ સિદ્ધિ મેળવશે તે ભવસિદ્ધિક જીવ કહેવાય. અભવ્યસિદ્ધિકો કોઈપણ કાળે અને કોઈની સહાયતાથી પણ મોક્ષ મેળવી શકતા જ નથી.
મોક્ષની મર્યાદામાં આવવા માટે પાપ સ્થાનકોના માર્ગ બંધ કરવા પડે. અરિહંતના સ્વ-સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો પડે. અતઃ સમ્યગ્દર્શન નિશ્ચયરૂપ હોવું ઘટે.
ભગવાન મહાવીરને કાળ લબ્ધિનો પરિપાક ન થયો એનાં કારણે સમ્યક્ત્વ પામ્યા બાદ ૨૧ ભવો સુધી મોક્ષની મર્યાદાભૂમિમાં આવી ના શક્યા. ત્રીજા મરિચિના ભવે શિષ્ય સંપતિના લોભે દર્શન મોહનીયના ચક્રાવે ચડ્યા, સંયમ ભ્રષ્ટ થયા. વચલા ૧૨ ભવ સુધી ગુમાવેલ સમ્યગ્દર્શન મેળવવા સર્મથ ના બની શક્યા. ૧૬મા ભવે ચરિત્રવંત થયા પણ મોક્ષ મર્યાદાથી દૂર. ક્રોધાવેશમાં ધૂઆં-પૂઆં થઈ નિયાણું બાંધી બેઠા. ૧૮મા ભવે નિયાણાનું ફળ ભોગવ્યું અને સાતમી નકે ગયા. ૨૦મા ભવે સિંહનો ભવ કરી ચોથી નરકે. નયસારના ભવ બાદ ૨૧મા ભવ સુધી અતિ ભયંક૨ અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ મોહનીય સબંધી કર્મો ભોગવ્યા બાદ ૨૨મા ભવે મોક્ષની મર્યાદામાં આવ્યા. આને કારણે પાપ સ્થાનકોનાં માર્ગ બંધ થયા, સંવરનાં ****************** 808 ******************