________________
>>>>
****
જયંતી શ્રાવિકાનાં પ્રશ્નો
ચતુર્વિધ સંઘ સાથે ભગવાન મહાવીર સ્વામી કૌશાંબી પધાર્યા અને ચન્દ્રાવત૨ણ ચૈત્ય ઉદ્યાનમાં સ્થાપિત સમોવસરણમાં વિરાજી ધર્મોપદેશ આપ્યો. રાજા ઉદાયને પોતાના સર્વ કુટુંબીજનોને બોલાવી, નગરી શણગારવા આજ્ઞા આપી. રાજા ઉદાયનની ફોઈ જયંતી શ્રાવિકા, ભગવંતનું આગમન પુણ્યોદય સમજી માનવ જીવન સફળ બનાવવા, ધર્મોપદેશ શ્રવણ કરવાને રથમાં પહોંચ્યાં.
ત્રણ પ્રદક્ષિણા આપી, ભગવાનની દેશનાને અંતે વિધવા, મહાવિદુષી, જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાની, જૈન સાધુ સાધ્વીજીના પરમ ઉપાસિકા જૈન, શાસનની આરાધનામાં પૂર્ણ જાગૃત, સુંદર વક્તૃત્વશાળી, ઉત્તમ વ્યક્તિત્ત્વ ધરાવનારી જયંતી શ્રાવિકાએ મહાવીર ભગવાનને પ્રશ્નો પૂછ્યા અને ભગવાને પ્રશ્નોના જવાબો આપ્યા, તેનું સંક્ષિપ્ત સંકલન :
પ્ર. જીવ ભારે શાનાથી બને છે ? પ્રભો! ક્યા કાર્યો કરવાથી જીવ ભારે બને છે? વજનદાર બને છે?
ઉ. હે જયંતી શ્રાવિકા! પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાત્વ નામના પાપ સ્થાનકોના સેવનથી, સેવન કરાવવાથી, મન, વચન, કાયાથી તેમનું અનુમોદન, પ્રશંસાદિ કરવાથી જીવ ભા૨ેકર્મી બને છે.
જેમ વજનદા૨ પદાર્થો નીચે ગતિ કરે છે તેમ ભારેકર્મી જીવ તિર્યંચગતિ, નરકગતિની અધોગતિમાં જ ગતિ કરે છે. આવા જીવો મનુષ્યગતિમાં કદાચ આવે તો પણ નીચ કુળમાં જન્મ લઈ મજૂરી કરવા છતાં દરિદ્ર અને ભૂખ્યાં પેટે ઉઠે છે અને સૂવે છે. અર્થ અને કામના સાધનો ઉપલબ્ધ થતાં નથી. આખોય દિવસ આર્તધ્યાનમાં વીતે છે.
પૂર્વ ભવમાં કદાચ પુણ્ય બાંધ્યુ હોય તો ભૌતિક સાધનો સારા પ્રમાણમાં મળવા છતાં કૌટુંબિક કલેશ, સંઘ કલેશ, હાડવેર અને અમ તથા ક્રોધમાં બળનારા બને છે. ભયંક૨ જીભાજોડીને કારણે રૌદ્રધ્યાન પણ સેવે છે. પુણ્યકર્મોના સાધનો ****************** 803 ******************