________________
થાય છે. વૈરના નિયાણાં બાંધ્યા હોય તો મૈથુન સમય પૂરતા સમતાશીલ, સદાચારી, ધાર્મિક, નિરોગી માતા-પિતા પણ વેભાવિક ભાવમાં ઓતપ્રોત બની મૈથુનસેવી બને છે અને જીવ ગર્ભમાં આવે છે. કારણ કે, વેરભાવથી બાંધેલા નિયાણામાં જીવ ફસાયેલ હોવાથી સાત્ત્વિક શુક્ર કે રજનાં મિશ્રણમાં જન્મ લઈ શકતો નથી.
દા.ત. ત્રિપુષ્ટ વાસુદેવનો આત્મા જે પૂર્વે મહાવીર નયસારનો જ આત્મા છે તે વાસુદેવના પિતા પુરુષવેદના અતિરેકમાં વર્તતો હતો ત્યારે પોતાની જ પુત્રી સાથે સંસારની માયા માંડ્યા પછી તેની કુક્ષિમાં જન્મ ધારણ કરે છે અને તામસિક પુદ્ગલ પરાવર્તમાં જન્મ લેતા ત્રિપૃષ્ટ વાસુદેવ (મહાવીર ભગવાનનો ૧૮મો ભવ) મૃત્યુ પામી સાતમી નરકે જાય છે. ૧૬મા ભવે બાંધેલ નિયાણું રાગ-દ્વેષના ભાવમાં હોવાથી બાંધેલ અશુભ કર્મો નિયાણાંપૂર્વક ભોગવ્યા છે.
જે ખોરાક ખાઈએ તે બધાય ખોરાકમાંથી લોહી બનતું નથી. લોહી બનવા માટે જે પુદ્ગલોમાં લાયકાત હોય છે તેમાંથી જ લોહીનું નિર્માણ થાય શક્ય બને છે. પછી ભલે તે ખોરાક દૂધ, મલાઈ, મેવા, મિષ્ટાન્ન કેમ ના હોય! બાકીનો બધો ખોરાક મળ-મૂત્ર-પરસેવો-કફ-નખ-વાળ-દ્વારા બહાર ફેંકાઈ થોડા લાયક પુદ્ગલો જ રસમાં પરિણમે છે. જેમાંથી થોડાનું જ લોહી બને છે.
પુદ્ગલ પરાવર્ત ૭ પ્રકારે છે. ઔદારિક, વૈક્રિય, તેજસ, કાર્મણ, મનઃ, ભાષા અને શ્વાસોચ્છવાસ પરાવર્ત. સંપૂર્ણ જીવરાશિ ૭ પરાવર્તામાં આવી જાય છે. સૂક્ષ્મબાદર-પર્યાપ્ત-અપર્યાપ્ત-એકેન્દ્રિય જીવથી લઈને સંમૂર્છાિમ કે ગર્ભજ પંચેન્દ્રિય જીવોને ઓ. પુદ્ગલથી ઓ. શરીર પ્રાપ્ત થાય છે, દેવ-નારક આદિ જીવોને વૈક્રિય શરીર, સિદ્ધશિલામાં પ્રવેશ કરવાના એક સમય પહેલા અનંતા જીવોને તેજસ અને કાર્પણ શરીર હોય છે જે તેજસ અને કાર્મણ પુદ્ગલ પરાવર્તને કારણે હોય. પુણ્યકર્મના ભાગ્યશાળી જીવોને જ મન, વચન અને શ્વાસોચ્છવાસ પુગલોની પ્રાપ્તિ થાય છે. ગાય, હાથી, કૂતરાં, ઘોડા આદિ પંચેન્દ્રિયત્વ હોવા છતાં એક અક્ષર પણ બોલી શકતા નથી.
શુભાશુભ નિયાણાં બાંધ્યાને કારણે રાગદ્વેષના સટ્ટાબજારમાં સત્કર્મો અને પુણ્યકર્મોનો જુગાર રમનારા જીવો જન્મ-મરણના ફેરામાં ભમતા રહે છે. ===== ==========K ૪૦૨ ==================