________________
>>>>
***
૪ સ્પર્શ અને સૂક્ષ્મ પરિણામી હોય તે સૂક્ષ્મ સ્કંધ છે. ૮ સ્પર્શ તથા બાદ પરિણામી બાદ સ્કંધ છે. બાદર સ્કંધ જ ચાક્ષુષ છે.
પરમાણુ માત્ર કારણરૂપે જ હોય તેમાંથી સ્કંધ થતાં કાર્ય નીપજે. સ્કંધ કારણ અને કાર્ય બંને રૂપે હોય છે. સ્કંધ તૂટતાં પરમાણું બને છે.
પુદ્ગલોમાં પ્રતિક્ષણે પરાવર્તન થતું રહે છે. પરિવર્તન ભાવ અનાદિકાળથી અનંતકાળ સુધી થયા જ કરે છે અને થતો રહે છે. પુદ્ગલોનો પરિવર્તનભાવ અવયંભાવી હોય છે.
પુદ્ગલો જીવને આશ્રિત, જીવ કર્મોને આશ્રિત યા આધીન હોવાથી નિયાણાંને આધીન બની જીવ માત્ર પોતાને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરે છે. રાગ-દ્વેષપૂર્વક બાંધેલા કે બંધાઈ ગયેલા નિયાણાંઓને ભોગવવાનો સમય જ્યારે પરિપક્વ થાય ત્યારે તે જીવને તેવા જ પુદ્ગલોનો પરિવર્તન ભાવ નસીબમાં મળે છે.
દા.ત. એક જીવાત્માએ પહેલાના ભવમાં બીજા જીવાત્મા સાથે પ્રેમભાવથી નિયાણું બાંધ્યુ. પરિપાક થવાનો સમય થયો. સંયમી-સદાચારી-ધાર્મિક-સમતાશીલનિરોગી અવસ્થાને ભોગવાનારા માતા-પિતા છે. જે સમયે પૂર્વ ભવનો શુભાનુબંધવાળો જીવ માતાની કુક્ષિમાં આવવાનો હોય તે મસયે શુક્ર અને રજનાં પુદ્ગલોનું પરિવર્તન-પરિણમન-સંમિશ્રણ સાત્ત્વિક જ થાય છે. તામસિક કે રાજસિક થતું નથી. મૈથુન માત્રમાં ગર્ભાધાન કરાવવાની ક્ષમતાવાળા પુદ્ગલો હોય અને સાથે માતાપિતા સશક્ત, સમતા અને સાત્ત્વિક વૃત્તિવાળા હોય એનાથી મૈથુન સમય પૂરતી એ સાત્ત્વિકતા જળવાઈ રહે, તિરોભૂત ના થાય. મૈથુન કર્મમાં બળાત્કાર-ક્રોધભાવવૈરભાવ-ભયગ્રસ્તતાનો પ્રાદુર્ભાવ થતો નથી. મૈથુનકર્તા પિતાને આર્તધ્યાનનો અભાવ હોય છે, શુક્રના પરમાણુઓ સાત્ત્વિક ભાવે પરિગમન પામે છે. જીવ સ્વાભાવિક ભાવમાં ગર્ભ પ્રવેશે છે. પ્રેમભાવ તથા સાત્ત્વિક ભાવમાં બાંધેલું નિયાણું શુક્ર કે ૨જના મિશ્રણમાં સાત્ત્વિક રહે છે અને જન્મ લઈ નિયાણાંનું ફળ ભોગવે છે.
આ જ પ્રમાણે રાગ-દ્વેષપૂર્વક બાંધેલા કે બંધાઈ ગયેલા નિયાણાંઓને ભોગવવાનો સમય પરિપક્વ થતાં જીવને તેવા પુદ્ગલો પરિવર્તન ભાવમાં ભાગ્યમય ****************** 809 ******************