________________
***
બાલવીર્ય : બાલ-મિથ્યાદ્દષ્ટિ, વીર્ય.
બાલપંડિત વીર્ય : બાલ અમુક અંશે વિરતિ એટલે બાલપંડિત (દેશવિરતિવાળો) પંડિતવીર્ય : સર્વવિરતિ જીવ.
કર્મ બંધ થતાં કર્મની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ જ સમયે નક્કી થઈ જાય છે. પ્રદેશ એટલે કર્મના પુદ્ગલો. જીવના પ્રદેશોમાં જે કર્મ પુદ્ગલો ઓતપ્રોત છે, તે પ્રદેશકર્મ કહેવાય છે. એ જ કર્મપ્રદેશોનો અનુભવાતો રસ તે અનુભાગ કર્મ.
કર્મ પ્રદેશનો વિપાક નથી અનુભવાતો છતાં કર્મ પ્રદેશોનો નાશ તો નિયમે થાય જ છે. અનુભાગ કર્મ વેદાય પણ છે અને નથી પણ વેદાતું.
છદ્મસ્થ મનુષ્ય કેવળ સંયમથી, કેવળ સંવરથી, કેવળ બ્રહ્મચર્યથી અને કેવળ પ્રવચન માતાથી સિદ્ધ-બુદ્ધ યાવત્ સર્વ દુ:ખોનો નાશ કરનારો થયો નથી, થતો નથી. કારણ, સિદ્ધ-બુદ્ધ તો જે અંતક૨ છે, અંતિમ શરીરવાળા છે, તેઓ ઉત્પન્ન જ્ઞાનદર્શનધ૨, અરિહંત, જિનકેવલી થયા પછી જ સિદ્ધ થાય છે.
'છદ્મસ્થ'નો અર્થ 'અવધિજ્ઞાન' વિનાનો જીવ સમજવો. માત્ર કેવળજ્ઞાન વગરનો તે ‘છદ્મસ્થ’ ના સમજવું. (ભગવતી સૂત્ર પાના. ૫૮)
શુભાશુભ પુદ્ગલો અને નિયાણાં
૫૨માણુ : જેનો બીજો ભાગ ન થઈ શકે તે પરમાણુ છે. Indivisible matter
is the smallest atam which can not be further divided.
આ પરમાણુમાં વર્ણ-ગંધ-૨સ એક એક અને સ્પર્શ ચાર હોય છે. સ્નિગ્ધ (ચિકણો), રૂક્ષ (લુખો), શીત અને ઉષ્ણ આ ૪ સ્પર્શ સૂક્ષ્મ પરિણામવાળા અણુમાં સ્કંધ જ હોય છે. આખાયે સંસારના નિર્માણનું મૂળ કારણ પરમાણુ છે.
ચારે સ્પર્શમાંથી સ્નિગ્ધ અને રૂક્ષ આ બે પરમાણુઓ યોગ્યતા મુજબ ભેગા થાય ત્યારે યણુક સ્કંધ બને. તેમાં બીજો પરમાણુ ભેગો થતાં ઋણુક સ્કંધ. એમ કરતાં કરતાં અનંતાનંત પરમાણુઓનો સ્કંધ સૂક્ષ્મ કે બાદર પરિણામવાળા બને છે. બાદર પરિણામવાળા સ્કંધમાં આઠ સ્પર્શ હોય છે. બાદ૨ સ્કંધ જ ચક્ષુથી ગ્રાહ્ય છે. સૂક્ષ્મ સ્કંધ ગ્રાહ્ય નથી, અચાક્ષુષ છે.
****************** 800 ******************