________________
આભોગ આહાર : ૧લો દેવલોક સૌધર્મ : (જ. ૨ થી ૯ દિવસ બાદ)થી માંડી
(ઉ. ૨ હજાર વર્ષ બાદ) ૧૨મો દેવલોક અય્યત : (જ.૨૧ હજાર વર્ષ બાદ, ઉ. રર હજાર વર્ષ બાદ). પૃથ્વીકાયના જીવો નિરંતર આહારનાં અભિલાષી છે. બેઈન્દ્રિયના જીવો અસંખ્ય સમય અંતમુહૂર્ત ઈચ્છાપૂર્વક આહાર.
છગ્રસ્થ જીવ * છબસ્થ જીવ ૧૦ પદાર્થોને જાણતો નથી.
૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. શરીર વિનાનો મુક્તજીવ, ૫. પરમાણુ પુદ્ગલ, ૬. શબ્દ, ૭. ગંધ, ૮. વાયુ, ૯. આ જીવ જિન થશે કે નહીં? ૧૦ આ જીવ બધા દુઃખોનો નાશ કરશે કે નહીં.
છવસ્થ : અવધિજ્ઞાન આદિ વિશિષ્ટ જ્ઞાનરહિત જીવ. જીવને મોક્ષ પ્રાપ્તિના ભાવ, જ્યારે માત્ર એક પુદ્ગલ પરાવર્ત કાળ બાકી રહે છે ત્યારે જાગે છે. તે કાળને ચરમ પુગલ પરાવર્તકાળ અથવા ચરમાવર્ત કાળ કહે છે.
અસંખ્ય વર્ષ : ૧ પલ્યોપમાં ૧૦ કો.કો.પલ્યોપમ : ૧ સાગરોપમ ૨૦ કો.કો.સાગરોપમ : ૧ કાળચક્ર
અનંત કાળચક્ર : ૧ પુદ્ગલ પરાવર્તકાળ. આ ચરમ પુદ્ગલ પરાવર્ત કાળમાં જીવને માર્ગાનુસાર, સમ્યગુદર્શન, શ્રાવક ધર્મ અને સાધુ ધર્મની આરાધના માટેની આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.
જો જૈન ધર્મની આરાધના પ્રાપ્ત ના થાય તો ૨૦૦૦ સાગર સુધી ત્રસ યોનિમાં રહી ફરી સ્થાવર યોનિમાં જવું પડે છે.
અકામ નિર્જરાને લઈને અનંત કાળચક્રો પૂરા થયે ત્રસ યોનિમાં આવે અને સમકિત ના પામે તો વળી ૨૦૦૦ સાગરોપમ વર્ષ રખડીને સ્થાવરમાં જતો રહે છે. =================K ૩૯૯-KNEF==============